MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નંદીઘર બન્યું ‘મૃત્યુઘર’? સામાજિક કાર્યકરોની તપાસમાં બહાર આવી ચોંકાવનારી વિગતો.”

 

MORBI:મોરબી નંદીઘર બન્યું ‘મૃત્યુઘર’? સામાજિક કાર્યકરોની તપાસમાં બહાર આવી ચોંકાવનારી વિગતો.”

મોરબી મહાનગરપાલિકા સંચાલિત નંદીઘરમાં પશુઓની હાલત અત્યંત દયનીય હોવાની વિગતો સામે આવી છે. અહીં પૂરતી સુવિધા અને સારસંભાળના અભાવે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક ગાયો અને આખલાઓના કરુણ મોત નિપજ્યા છે, જેને પગલે મોરબીના સામાજિક કાર્યકરોએ કલેક્ટર અને કમિશનરને પત્ર લખી ઉગ્ર રજૂઆત કરી છે.
શું છે સમગ્ર મામલો?

સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ મેરૂભાઈ અને ગીરીશભાઈ કોટેચા દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, નંદીઘરમાં આશરે ૯૦૦ થી વધુ પશુઓ રાખવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં પશુઓના મોતના આંકડા ચોંકાવનારા છે: ૧૮ મે: ૮ થી ૯ પશુઓના મોત ૧૯ મે: ૨ થી ૩ પશુઓના મોત
૨૦ મે: ૧ પશુનું મોત તપાસ દરમિયાન સામે આવેલી ગંભીર ખામીઓ: નંદીઘરની મુલાકાત લેતા કાર્યકરોએ નીચે મુજબની ચોંકાવનારી વિગતો નોંધી છે:

૧. પશુઓને પીવાના પાણી માટે ૩ અવાડામાંથી માત્ર ૨ જ કાર્યરત છે અને તેમાં પણ ગંદકીનું સામ્રાજ્ય છે.

૨. ૯૦૦ પશુઓની સંખ્યા સામે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવતો નથી.

૩. પશુઓને કાળઝાળ ગરમીથી બચવા માટે શેડ (છાપરા)ની વ્યવસ્થા નથી, જેના કારણે તેઓ તડકામાં શેકાઈ રહ્યા છે.

૪. કર્મચારીઓમાંથી ૩ બિનકાર્યક્ષમ છે અને વિઝિટ બુક તપાસતા માલુમ પડ્યું છે કે કોઈ પશુચિકિત્સક (ડોક્ટર) નિયમિત મુલાકાત લેતા નથી.કાર્યકરોની મુખ્ય માંગણીઓ અને ચીમકી સામાજિક કાર્યકરોએ માંગણી કરી છે કે નંદીઘરની ઉચ્ચસ્તરીય તપાસ થાય, જવાબદાર ટ્રસ્ટીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પશુઓ માટે પૂરતો ખોરાક, પાણી તથા તબીબી સુવિધા પૂરી પાડવામાં આવે.
“જો ટૂંક સમયમાં યોગ્ય અને અસરકારક પગલાં ભરવામાં નહીં આવે, તો અમે જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન અને જરૂર પડ્યે ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.” – સામાજિક કાર્યકરો (મોરબી)

Back to top button
error: Content is protected !!