JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન: ૮૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન: ૮૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી  ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ભરતીમેળામાં જૂનાગઢ જિલ્લાના ૨૫૦૦થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૧૨૦ થી વધુ ઉમેદવારો હાજર રહયા હતા. આ ભરતીમેળામાં ઉપસ્થિત તમામ નોકરીદાતાશ્રીઓ  ઓસ્ટિન એન્જિનિયરીંગ કંપની લિમિટેડ, ક્રિએટિવ કાસ્ટિંગ લિમિટેડ, રિલાયન્સ સ્માર્ટ બાઝાર જૂનાગઢ તથા  અવધ ટ્રેક્ટર – જૂનાગઢ,  તમામ નોકરીદાતા દ્વારા ખાલી રહેલ જગ્યા તેમજ મહેનતાણુ અન્ય લાભો અને સુવિધાઓથી ઉમેદવારોને માહિતગાર કર્યા હતા. આ કુલ ચાર નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી  હતી. જેમાં હાજર રહેલ પૈકી ૮૦ જેટલા ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, તદ ઉપરાંત રોજગાર કચેરીના કર્મચારી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને મોટીવેશન આપી કારકિર્દી માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 

Back to top button
error: Content is protected !!