રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વાવ-થરાદ જિલ્લા અધ્યક્ષ તરીકે ભરતસિંહ રાજપુતની વરણી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

દેશનું સૌથી મોટું યુવા રાજપૂત સંગઠન ગણાતું શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા વાવ-થરાદ જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા અધ્યક્ષ તરીકે થરાદ તાલુકાના જમડા ગામના ભરતસિંહ લક્ષ્મણજી રાજપુતની વરણી કરવામાં આવી છે. સંગઠન દ્વારા તેમના પર મુકવામાં આવેલા વિશ્વાસને લઈને રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરતસિંહ રાજપુત અગાઉ પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાં થરાદ તાલુકાના મહામંત્રી તરીકે સફળ કામગીરી બજાવી ચૂક્યા છે. સમાજસેવા, યુવાનોના પ્રશ્નો અને લોકહિતના મુદ્દાઓ માટે સતત સક્રિય રહેતા ભરતસિંહ રાજપુત પત્રકારત્વ ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે.
બિન રાજકીય વિચારધારા સાથે તમામ સમાજને સાથે લઈને ચાલનાર અને સમાજમાં એકતા, ભાઈચારો અને યુવાનોને સંગઠિત કરવાની વિચારસરણી ધરાવતા ભરતસિંહ રાજપુતને જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાતા શુભેચ્છકો, સમાજના આગેવાનો, યુવાનો અને પત્રકાર મિત્રોમાં આનંદની લાગણી પ્રસરી છે.
જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી થતા વિવિધ સમાજના આગેવાનો અને યુવા કાર્યકરોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી અને સંગઠનને વધુ મજબૂત બનાવવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરી હતી.




