MORBI:મોરબીવાસીઓ માટે ખુશખબર: ઓનલાઈન ટેક્સ ભરવા પર મળશે ૧૨% સુધીનું માતબર રીબેટ, મહાનગરપાલિકાની અપીલ







MORBI:મોરબીવાસીઓ માટે ખુશખબર: ઓનલાઈન ટેક્સ ભરવા પર મળશે ૧૨% સુધીનું માતબર રીબેટ, મહાનગરપાલિકાની અપીલ


નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકો માટે એક મહત્વની અને ફાયદાકારક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા અને નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા ‘ઓનલાઈન રીબેટ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત મિલકતવેરો ભરનારા નાગરિકોને ચાલુ વર્ષના વેરા પર આકર્ષક વળતર (રીબેટ) આપવામાં આવશે.

મહાનગરપાલિકાની યાદી મુજબ, મિલકતધારકો નીચે મુજબની પદ્ધતિથી રીબેટનો લાભ મેળવી શકશે:
ઓફિસ ખાતે રૂબરૂ પેમેન્ટ: જો મિલકતધારક મહાનગરપાલિકાની કચેરીએ રૂબરૂ આવીને બાકી રકમ તાત્કાલિક ચૂકવશે, તો તેમને ચાલુ વર્ષના મિલકતવેરા પર ૧૦% રીબેટ મળશે.
ડિજિટલ/ઓનલાઈન પેમેન્ટ: જો નાગરિકો મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ટેક્સની ભરપાઈ કરશે, તો તેમને ૧૨% રીબેટનો મોટો લાભ મળશે.
પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાયવેરો (EC) સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ ખાતે સવારે ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી ચાલશે. આ ઉપરાંત, નાગરિકોની સરળતા માટે શહેરની કુલ ૧૧ (અગિયાર) વોર્ડ ઓફિસો ખાતે પણ આ વેરો સ્વીકારવામાં આવશે.
૨. ઓનલાઈન પ્રક્રિયા (વેબસાઈટ અને એપ્લિકેશન):નાગરિકો મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://mmcgujarat.in/ પર જઈને ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે.
આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા ખાસ મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર (Play Store) પર જઈને “Morbi Municipal Corporation” સર્ચ કરવાથી મહાનગરપાલિકાના લોગોવાળી એપ્લિકેશન મળી જશે.
આ એપ્લિકેશન ડાઉનલોડ કરી, ‘પ્રોપર્ટી ટેક્સ’ અથવા ‘વ્યવસાયવેરો’ સેક્શનમાં જઈ માત્ર પોતાનો મિલકત નંબર નાખીને સરળતાથી ઓનલાઈન વેરો ભરી શકાશે. ટેક્સ પેમેન્ટ માટે સત્તાવાર QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે.
હાલમાં મોટી સંખ્યામાં અરજદારો આ વેબસાઈટ અને મોબાઈલ એપનો ઉપયોગ કરીને ઓનલાઈન ટેક્સ ભરી રહ્યા છે. નાગરિકોને ઝડપી અને સુવ્યવસ્થિત સેવા મળી રહે તેવા હેતુથી આ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી મોરબીના તમામ મિલકતધારકો અને ભોગવટેદારોને આ રીબેટ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.



