WAKANER:વાંકાનેરમાં વસ્તી ગણતરી-2027 માટે સ્વ-ગણતરી પદ્ધતિનો પ્રારંભ, ધારાસભ્યએ ઓનલાઈન વિગતો ભરી આપી પ્રેરણા







WAKANER:વાંકાનેરમાં વસ્તી ગણતરી-2027 માટે સ્વ-ગણતરી પદ્ધતિનો પ્રારંભ, ધારાસભ્યએ ઓનલાઈન વિગતો ભરી આપી પ્રેરણા


વાંકાનેર ખાતે વસ્તી ગણતરી- 2027 અંતર્ગત ગુજરાતમાં પ્રથમ વખત અમલમાં મુકાયેલી સ્વ-ગણતરી (Self Enumeration) પદ્ધતિનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીતુભાઈ કે. સોમાણી દ્વારા પોતે ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો ભરી નવી ડિજિટલ જનગણના પ્રક્રિયામાં ભાગ લઈને નાગરિકોને પ્રેરણા આપી હતી.

આ અવસરે વાંકાનેરના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જાહેર જનતાને 31 મે, 2026 સુધીના નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન અથવા મોબાઇલ માધ્યમથી પોતાની જરૂરી વિગતો સ્વયં ભરી આ રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.પ્રથમ વખત અમલમાં મુકાયેલી સ્વ-ગણતરી પદ્ધતિ હેઠળ નાગરિકો હવે ઘર બેઠા સરળતાથી પોતાની માહિતી ઓનલાઈન સબમિટ કરી શકશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલા se.census.gov.in મારફતે માર્ગદર્શન સાથે વિગતો ભરી શકાય છે.કાર્યક્રમ દરમિયાન વસ્તી ગણતરી કામગીરી માટે નગરપાલિકામાં નિમાયેલ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. સ્થાનિક સ્તરે નાગરિકોને સરળતા રહે અને વધુમાં વધુ લોકો આ ડિજિટલ પ્રક્રિયામાં જોડાય તે માટે જાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.




