RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા: ૧૧ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી અલીમામદ ઉર્ફે ‘પટપટીયો’ ને ઝડપી લીધો







RAJKOT:રાજકોટ રેન્જ ટીમ દ્વારા: ૧૧ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી અલીમામદ ઉર્ફે ‘પટપટીયો’ ને ઝડપી લીધો


રાજકોટ રેન્જ પોલીસની ટીમે એક મોટી સફળતા મેળવતા, ભાયાવદર પોલીસ સ્ટેશનના ખૂનની કોશિશના ગુનામાં નાસતા-ફરતા અને અગાઉ ખૂન, બળાત્કાર તેમજ હથિયાર ધારા જેવા ૧૧ જેટલા ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂકેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ આચરીને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ તેજ કરી હતી.
દરમિયાન, પો.સ.ઇ. શ્રી બી.સી.મીયાત્રા અને તેમની ટીમના કુલદિપસિહ ચુડાસમા, વકારભાઇ આરબ, શિવરાજસિહ ઝાલા, દિવ્યેશભાઇ સુવા તથા નિકુલભાઇ પંપાણીયાને ચોક્કસ બાતમી મળી હતી. આ વર્કઆઉટના આધારે પોલીસે ઉપલેટાના વડાળી ગામની અવાવરુ સીમ વિસ્તારમાં કોર્ડન કરી આરોપીને દબોચી લીધો હતો.
નામ: અલીમામદ ઉર્ફે પટપટીયો તૈયબભાઈ ઓસમાણભાઈ શેઠા (ઉં.વ. ૫૫, જાતે: સંધિ મુસ્લિમ) હાલ રહે. પડવલા ગામ (તા. ઉપલેટા), મૂળ રહે. ધારાગઢ (તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા)
પકડાયેલો આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો સામાન્ય ગુનેગાર નથી, પરંતુ એક રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ નીચે મુજબના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે: ખૂન (Murder) ખૂનની કોશિશ (Attempt to Murder),મારામારી અને હુમલો,હથિયાર ધારા (Arms Act) ના ગુના,બળાત્કાર (Rape) જેવા ૧૧ જેટલા ગંભીર કેસો હાલમાં તે ભાયાવદર પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૬ના ગુ.ર.નં. ૧૧૨૧૩૦૦૬26૦૧૪૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૮૯(૪), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩翻૧(૩), ૩(૫) મુજબના ખૂનની કોશિશ અને રાયોટિંગના ગુનામાં નાસતો-ફરતો હતો. પોલીસે તેને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભાયાવદર પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.
આ સફળ ઓપરેશનને પાર પાડવામાં પો.ઇન્સ. શ્રી અપૂર્વ પટેલ, પીએસઆઈ શ્રી પી.એન.મોરી, પીએસઆઈ શ્રી બી.સી.મીયાત્રા, પી.સી. સરતેજા, એ.એસ.આઈ. કુલદીપસિહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ વકારભાઇ આરબ, દિવ્યેશ સુવા, નરેન્દ્રસિહ રાઠોડ અને પોલીસ કોન્સ્ટેબલ નિકુલભાઇ પંપાણીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.



