MORBIMORBI CITY / TALUKO

MORBI:સીલીકોસીસ પીડિત કામદારના વળતર મુદ્દે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, મોરબી દ્વારા સિમ્પોલો વિટ્રીફાઈડને 7 દિવસમાં જવાબ આપવા નોટિસ

 

MORBI:સીલીકોસીસ પીડિત કામદારના વળતર મુદ્દે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, મોરબી દ્વારા સિમ્પોલો વિટ્રીફાઈડને 7 દિવસમાં જવાબ આપવા નોટિસ

મોરબી જિલ્લામાં સીલીકોસીસ પીડિત કામદાર મીઠાભાઈ પૂજાભાઈ સોલંકીના વળતર મુદ્દે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, મોરબી દ્વારા સિમ્પોલો વિટ્રીફાઈડ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.

નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, મોરબી દ્વારા અગાઉ તા. 20/03/2026ના રોજ પત્ર ક્રમાંક: ક્રમાક/નાનિ/ઔસસ્વા/મોરબી/2026/459થી સિમ્પોલો વિટ્રીફાઈડના કબ્જેદારશ્રીને કામદાર વળતર ધારા અધિનિયમ, 1923 મુજબ વળતર રકમ જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી.

તા. 20/03/2026ના પત્રમાં નોંધવામાં આવ્યું હતું કે મીઠાભાઈ પૂજાભાઈ સોલંકીને સરકારી મેડિકલ કોલેજ, મોરબી દ્વારા સીલીકોસીસ રોગ થયાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. કચેરીએ સીલીકોસીસને વ્યવસાયજન્ય રોગ તરીકે માની વળતર પાત્રતા અંગે કાર્યવાહી કરી હતી.

આ પત્રમાં મીઠાભાઈ સોલંકી માટે વળતર ગણતરી પણ દર્શાવવામાં આવી હતી. તેમાં માસિક પગાર રૂ. 15,000, ઉંમર મુજબ ફેક્ટર 113.09 તથા કાયમી અપંગતાની ગણતરી આધારે કુલ વળતર રકમ રૂ. 14,67,930/- નક્કી કરી, સિમ્પોલો વિટ્રીફાઈડના કબ્જેદારશ્રીને 15 દિવસમાં આ રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કચેરીમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ તા. 04/05/2026ના રોજ પત્ર ક્રમાંક: ક્રમાક/નાનિ/ઔસસ્વા/મોરબી/2026/670થી નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, મોરબી દ્વારા સિમ્પોલો વિટ્રીફાઈડ, જૂના ઘુંટુ રોડ, મોરબીના કબ્જેદારશ્રી દિલીપકુમાર ગોરધનભાઈ પટેલને ફરી પત્ર પાઠવી 7 દિવસમાં લેખિત જવાબ માંગવામાં આવ્યો છે.

આ પત્ર મીઠાભાઈ પૂજાભાઈ સોલંકી દ્વારા તા. 04/02/2026ના રોજ કરાયેલી ફરિયાદ અરજી અને તા. 26/04/2026ના રોજ કરાયેલી લેખિત રજૂઆતના સંદર્ભમાં આપવામાં આવ્યો છે. કચેરીએ નોંધ્યું છે કે મીઠાભાઈ સોલંકી દ્વારા રજૂ કરાયેલા બેંક સ્ટેટમેન્ટ મુજબ તા. 19/04/2021થી વર્ષ 2025 સુધી સિમ્પોલો વિટ્રીફાઈડમાંથી પગાર જમા થતો હોવાનું જણાય છે. સાથે જ અરજદારની રજૂઆત મુજબ તેઓ વર્ષ 2010થી કારખાનામાં કાર્યરત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પત્રમાં માનનીય સુપ્રીમ કોર્ટના New India Assurance Co. Ltd. v. Rekha Chaudhary and Others, Civil Appeal No. 174/2026, Judgment dated 23/02/2026નો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે Employees’ Compensation Act, 1923 એક સામાજિક કલ્યાણ કાયદો છે. આ કાયદા મુજબ વળતર ચૂકવવામાં વિલંબ થાય તો કલમ 4A મુજબ 12% વ્યાજ અને કલમ 4A(3)(B) મુજબ 50% સુધીની પેનલ્ટી લાગુ પડી શકે છે.

કચેરીએ એ પણ સ્પષ્ટ નોંધ્યું છે કે Employees’ Compensation Act, 1923ની કલમ 3(2) તથા Schedule III Part C Item 1 મુજબ સીલીકોસીસ Occupational Disease છે. તેથી સીલીકોસીસથી પીડિત કામદાર વળતર મેળવવા માટે કાયદેસર રીતે પાત્ર બને છે.

આ સમગ્ર કાર્યવાહી મોરબીના સીલીકોસીસ પીડિત કામદારો માટે મહત્વપૂર્ણ છે. અગાઉ કચેરી દ્વારા રૂ. 14,67,930/- વળતર રકમ જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ તા. 04/05/2026ના પત્રથી સિમ્પોલો વિટ્રીફાઈડ પાસેથી 7 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો હતો. હવે 7 દિવસથી વધુ સમય વીતી ગયો હોવાથી, કંપનીએ રકમ જમા કરી છે કે નહીં અને જો રકમ જમા ન થઈ હોય તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા વળતર કમિશનર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો છે કે નહીં — તે અંગે કચેરીએ સ્પષ્ટ માહિતી જાહેર કરવી જોઈએ. આ મુદ્દો સીલીકોસીસ પીડિત કામદારના વળતર, વ્યાજ અને પેનલ્ટીના કાયદાકીય હક સાથે સીધો સંબંધિત છે.વધુ માહીતી માટે – ચિરાગ 8160144116

 

Back to top button
error: Content is protected !!