JAMNAGARLALPUR

કાલાવડની શ્રી વંદના વિદ્યલાય (મા. અને ઉ.મા. શાળા) નું ઝળહળતું પરિણામ

22 મે 2026
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લા ના કાલાવડ શહેરમાં આવેલ શ્રી વંદના વિદ્યાલય મા. અને ઉ.મા. શાળા માં ધો. ૧૦ માં સમગ્ર કાલાવડ કેન્દ્રમાં કાદરી મેરાજ જીકરભાઈ એ 99.81 PR, Grade : A1 સાથે પ્રથમ નંબર મેળવેલ છે. તેમજ શેખ તમન્ના આઈ. 98.72 PR, Grade : A1 સાથે શાળામાં દ્વિતિય નંબર અને ભુત ઉઝમાં એમ. 98.14 PR, Grade : A1 સાથે શાળામાં તૃતિય નંબર પ્રાપ્ત કરેલ છે. અને શાળામાં ૯ (નવ) વિદ્યાર્થીઓએ 90 થી વધુ PR મેળવેલ છે. ધો. ૧૨માં દેવાયત્કા જય કે. એ 96.52 PR, Grade : A2 સાથે શાળામાં પ્રથમ નંબર, ટંકારીયા માનશી જે. એ 96.43 PR, Grade : A2 સાથે શાળામાં દ્વિતિય નંબર અને ગંધા રાધા કે. એ 94.70 PR, Grade : A2 સાથે શાળામાં તૃતિય નંબર પ્રાપ્ત કરેલ છે. અને શાળામાં ૭ (સાત) વિદ્યાર્થીઓએ 90 થી વધુ PR મેળવેલ છે. શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ બધા વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી તથા સ્ટાફગણે અભિનંદન પાઠવેલ તથા વાલીશ્રીઓને આ સિધ્ધિ બદલ બિરદાવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!