BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા પંચાયત: ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર કર્યા: ડિમ્પલબેન રાજ પ્રમુખ, અજિત વસાવા ઉપપ્રમુખ બનશે

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ જિલ્લા પંચાયતના આગામી કાર્યકાળ માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા છે. પ્રદેશ મોવડીમંડળના મેન્ડેટ મુજબ, પ્રમુખ પદ માટે ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને ઉપપ્રમુખ પદ માટે અજિત ચિમનભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. ડિમ્પલબેન રાજ રાજપારડી 24 બેઠક પરથી ચૂંટાયા છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે, પાર્ટીના મેન્ડેટ મુજબ બંને પદાધિકારીઓના ઉમેદવારી ફોર્મ જિલ્લા વિકાસ અધિકારી (DDO) યોગેશ કાપસે સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે પૂર્ણ થશે. ભાજપ જિલ્લા પંચાયતમાં બહુમતી ધરાવતું હોવાથી, આ બંને ઉમેદવારો બિનહરીફ અથવા તો જંગી બહુમતીથી વિજેતા બનશે તેવી પ્રબળ સંભાવના છે.

Back to top button
error: Content is protected !!