MORBI:મોરબી જીલ્લા પંચાયત: ભાજપે ગઢ તો સાચવ્યો, પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબરિયા બિનહરીફ ચુટાશે.?







MORBI:મોરબી જીલ્લા પંચાયત: ભાજપે ગઢ તો સાચવ્યો, પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબરિયા બિનહરીફ ચુટાશે.?


મોરબી જીલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ એક અનોખો અને રસપ્રદ રાજકીય ઘાટ સર્જાયો છે. જીલ્લા પંચાયતની જંગ બહુમતી સાથે ભાજપે જીતી લીધી છે અને પોતાનો ગઢ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. પરંતુ, સત્તાની ચાવી એટલે કે પ્રમુખ પદ પર કોંગ્રેસના ઉમેદવાર બિરાજમાન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

ચૂંટણીના સમીકરણો મુજબ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખનું પદ સેડ્યુલ ટ્રાઈબ (ST) માટે અનામત રાખવામાં આવ્યું છે. ભાજપના એસ.ટી. ઉમેદવાર નેકનામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા, જેના કારણે ભાજપ પાસે પ્રમુખ પદ માટે કોઈ લાયક ઉમેદવાર બચ્યો નથી. બીજી તરફ, કોંગ્રેસમાંથી જીતેલા ગીતાબેન દુબરિયાએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું છે. તેમની સામે અન્ય કોઈ ફોર્મ ન ભરાયું હોવાથી તેઓ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે તે નિશ્ચિત બન્યું છે.
મોટો રાજકીય વળાંક: જીલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં, આગામી અઢી વર્ષ સુધી કોંગ્રેસના ગીતાબેન દુબરિયા પ્રમુખ તરીકે બિરાજમાન થશે અને જીલ્લા પંચાયતની બેઠકો તેમના અધ્યક્ષસ્થાને જ યોજાશે.
પ્રમુખ પદ બિનહરીફ થયા બાદ હવે ઉપપ્રમુખ પદ માટે ચૂંટણીનો જંગ જામશે. ઉપપ્રમુખ પદ માટે બંને પક્ષો તરફથી એક-એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે:
ભાજપ તરફથી: વિપુલભાઈ કરશનભાઈ ગરચર – કોંગ્રેસ તરફથી: ઈસ્માઈલ ફતેભાઈ શેરશીયા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, જીલ્લા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાને કારણે ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિપુલભાઈ ગરચર જીતી જાય તેવી શક્યતાઓ સૌથી પ્રબળ છે.આમ, મોરબી જીલ્લા પંચાયતમાં આગામી સમયમાં “પ્રમુખ કોંગ્રેસના અને ઉપપ્રમુખ ભાજપના” જેવું અનોખું શાસન જોવા મળી શકે છે.




