MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં જાહેરનામાનો ભંગ: લીલાપર કેનાલ રોડ પરના સ્પા  સામે પોલીસની કડક કાર્યવાહી

 

MORBI:મોરબીમાં જાહેરનામાનો ભંગ: લીલાપર કેનાલ રોડ પરના સ્પા  સામે પોલીસની કડક કાર્યવાહી

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા અને સલુન માટે બહાર પાડવામાં આવેલા કડક નિયમોના ભંગ બદલ મોરબી એસ.ઓ.જી. (Special Operations Group) પોલીસે એક સ્પા સંચાલક વિરૂદ્ધ કાયદાકીય સિકંજો કસ્યો છે. લીલાપર કેનાલ રોડ પર આવેલા સ્પામાં સીસીટીવી રેકોર્ડિંગ ન રાખવા અને કર્મચારીઓની માહિતી પોલીસમાં ન નોંધાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમ જ્યારે તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને મળેલી બાતમીના આધારે લીલાપર કેનાલ રોડ પર, લાડલી પાર્ટી પ્લોટની સામે આવેલા ભાર્ગવ શોપિંગ સેન્ટરમાં કાર્યરત ‘ગ્રેવિટી સલુન એન્ડ સ્પા’માં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું.

તપાસ દરમિયાન સ્પામાં ગંભીર બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું સ્પામાં કામ કરતા ૪ કર્મચારીઓની કોઈ પણ પ્રકારની માહિતી પોલીસમાં નોંધાવી નહોતી કે તેમનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું નહોતું.

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ સ્પામાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ મેઇન્ટેન થતું ન હોવાનું સામે આવ્યું હતું.

જાહેરનામાના સરેઆમ ભંગ બદલ એસ.ઓ.જી. પોલીસે સ્પાના સંચાલક બળવંતભાઈ મોતીભાઈ નકુમ (રહે. કારીયા સોસાયટી, વાવડી રોડ, મોરબી) વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-૨૨૩ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્પા અને સલુન ધારકો માટે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી અને કર્મચારીઓની માહિતી આપવી ફરજિયાત બનાવવામાં આવી છે, જેનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ આગામી દિવસોમાં પણ આવી કડક ઝુંબેશ ચાલુ રાખશે તેવા સંકેતો મળી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!