MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારો જાહેર: વિપુલભાઈ ગળચર ઉપપ્રમુખ, મનીષકુમાર કાંજીયા કારોબારી ચેરમેન

 

MORBI:મોરબી જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારો જાહેર: વિપુલભાઈ ગળચર ઉપપ્રમુખ, મનીષકુમાર કાંજીયા કારોબારી ચેરમેન

મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષ દ્વારા સંગઠનના માર્ગદર્શન હેઠળ મહત્વના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી વરણીઓ સાથે જ જિલ્લા પંચાયતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને નવનિયુક્ત હોદ્દેદારોને કાર્યકરો તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.

 

મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા પંચાયતના વિવિધ મહત્વના પદો માટે નીચે મુજબના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે:ઉપપ્રમુખ: વિપુલભાઈ કરશનભાઇ ગળચર – કારોબારી ચેરમેન: મનીષકુમાર અનિલકુમાર કાંજીયા -પક્ષના નેતા : સવિતાબેન લાલજીભાઈ રાઠોડ – દંડક (વ્હીપ): કાજલબેન ભરતભાઈ વિઠ્ઠલાપરા

“આ નવી ટીમની વરણીથી મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે. તમામ સભ્યો પાયાના કાર્યકરો હોવાથી લોકપ્રશ્નોના નિકાલમાં ઝડપ આવશે તેવી આશા સેવાઈ રહી છે.”આ તમામ હોદ્દેદારોની વરણી થતાં જ મોરબી જિલ્લા પંચાયત પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત પદાધિકારીઓએ પક્ષના મોવડીમંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને જિલ્લાના વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી હતી.

Back to top button
error: Content is protected !!