THARADVAV-THARAD

વાવ-થરાદ ભાજપમાં બાબા સાહેબ મુદ્દે સવાલો ગરમાયા ! જિલ્લા પંચાયત પ્રમુખના સ્વાગત બાદ આંબેડકર પ્રતિમા પાસે ભાજપના મોટા ચહેરા ગાયબ કેમ ?

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

oplus_2

વાવ-થરાદ જિલ્લામાં નવા જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા બાદ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સ્તરના અગ્રણીઓ — જિલ્લા પ્રમુખ, મહામંત્રી તેમજ જિલ્લા મંત્રી જેવા હોદેદારોની ગેરહાજરીએ રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે.

સ્થાનિક કાર્યકરો અને લોકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે, “શું ડૉ. બાબા સાહેબ માત્ર બંધારણ પુરતા જ સીમિત રહી ગયા છે? ભાજપના નેતાઓ માટે તેમની વિચારધારા અને પ્રતિમાનું મહત્વ નથી?”

રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે સામાન્ય કાર્યક્રમોમાં હાજરી આપવા આતુર રહેતા કેટલાક નેતાઓ બાબા સાહેબના સન્માન કાર્યક્રમથી દૂર કેમ રહ્યા? શું આ ગેરહાજરી માત્ર સંજોગો હતી કે પછી અંદરખાને કોઈ રાજકીય સંદેશ?

વિશેષ કરીને અનુસૂચિત સમાજમાં આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા કાર્યકરોનું માનવું છે કે જો ભાજપ “સર્વ સમાજ”ની વાત કરે છે તો પછી બાબા સાહેબ આંબેડકરના કાર્યક્રમમાં જિલ્લાના મુખ્ય હોદેદારોની હાજરી ફરજિયાત હોવી જોઈએ.

શું તેમની પ્રતિમા પાસે જઈને માથું નમાવવું માત્ર દલિત સમાજની જ જવાબદારી છે?

હાલ સોશિયલ મીડિયા પર પણ લોકો વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે અને પ્રશ્ન ઉઠાવી રહ્યા છે —

Back to top button
error: Content is protected !!