MORBI મોરબીના મહેન્દ્રનગર સારસ્વત સોસાયટીમાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્કના કામનું રૂ. 3.81 કરોડનો ટેન્ડર મંજૂર







MORBI મોરબીના મહેન્દ્રનગર સારસ્વત સોસાયટીમાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્કના કામનું રૂ. 3.81 કરોડનો ટેન્ડર મંજૂર


મોરબી મહાનગરપાલિકા દ્વારા મહેન્દ્રનગર સ્થિત સારસ્વત સોસાયટી વિસ્તારમાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્ક નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ કામ માટે ટેન્ડર ID નં. ૨૪૪૦૧૬ હેઠળ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને વહીવટદારશ્રીના ઠરાવ નં. ૨૨૬ તા. ૦૫-૦૨-૨૦૨૬ મુજબ કામને મંજૂરી આપવામાં આવી હોવાનું કાર્યાલય આદેશમાં જણાવાયું છે.
આ કામ માટે TAPAN INFRASTRUCTURE.CO ને કામ સોંપવામાં આવ્યું છે. ટેન્ડરની અંદાજિત રકમ રૂ. ૩,૯૧,૩૬,૭૦૬/- હતી, જ્યારે એજન્સી દ્વારા ૨.૫૧ ટકા નીચો ભાવ આપી રૂ. ૩,૮૧,૫૪,૩૭૪.૬૮/-ની ઓફર ભરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ટેન્ડરમાં દર્શાવેલ જથ્થા મુજબ જ કામ કરવાનું રહેશે. જો કામ દરમિયાન જથ્થામાં વધારો અથવા ફેરફાર કરવાની જરૂર પડે તો તે માટે કચેરીની લેખિત મંજૂરી લેવી ફરજિયાત રહેશે, નહીં તો તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે.
તેમજ સરકારશ્રીના સ્ટેમ્પ ડ્યૂટી વિભાગની જોગવાઈ મુજબ કરાર પ્રક્રિયા માટે FDRના સ્વરૂપે જમા થનાર કરાર માટે ૪.૯૦ ટકા સ્ટેમ્પ પેપર અને બેંક ગેરંટીના કિસ્સામાં રૂ. ૩૦૦ના સ્ટેમ્પ પેપરની જોગવાઈ રાખવામાં આવી છે.
મહાનગરપાલિકાએ એજન્સીને પત્ર મળ્યાથી સાત દિવસની અંદર ટેન્ડર મુજબ જામીનગીરી અનામત રકમ રૂ. ૧૯,૫૬,૮૩૫/- બેન્ક ગેરંટી અથવા FDR સ્વરૂપે (મુદ્દત ૧૫ માસ) જમા કરાવી કરારનામું પૂર્ણ કરી વર્ક ઓર્ડર મેળવી લેવાની સૂચના આપી છે. સાથે મંજૂર નકશા અને અંદાજ મુજબ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
આ ઉપરાંત કોન્ટ્રાક્ટ મજૂર અધિનિયમ અને નાબૂદી અધિનિયમ ૧૯૭૦ અને ૧૯૭૨ હેઠળ જરૂરી લાયસન્સ મેળવી તેની નકલ તાત્કાલિક રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.આ અવસરે વોર્ડ નંબર – ૦૩ના કોર્પોરેટર શ્રી જીગ્નેશભાઈ કૈલા, શ્રી ભૂપેન્દ્રભાઈ જારીયા, શ્રીમતી અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, શ્રીમતી રમાબેન બોપલીયા , પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ તેમજ સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



