NANDODNARMADA

નર્મદા : ભાજપે જીતેલી નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી

નર્મદા : ભાજપે જીતેલી નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી

 

નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ગોવિંદભાઈ વસાવા અને ઉપ્રમુખ સુલોચનાબેન બારોટની વરણી

 

તિલકવાડા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે મમતાબેન તડવી અને ઉપપ્રમુખ તરીકે પિયુસકુમાર બારિયા ની નિયુક્તિ કરાઈ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી જેમાં નર્મદા જિલ્લામાં ભાજપને શરમજનક પરિણામો હાથ લાગ્યા હતા જેમાં છ તાલુકા પંચાયત માંથી ચાર તાલુકા પંચાયત અને એક આખી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી કબજો કર્યો છે તિલકવાડા તાલુકા પંચાયતના 16 બેઠકમાંથી 13 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થયા હતા. સાથે જ તાલુકાની ત્રણે જિલ્લા પંચાયત બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભાગવો લહેરાયો હતો. આ પરિણામ જાહેરાત થયા બાદ આજે તારીખ 23 ના રોજ જિલ્લા ની તમામ તાલુકા પંચાયતના ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મમતાબેન તડવી તથા ઉપપ્રમુખ તરીકે પિયુષકુમાર બારીયા કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઈ વસાવા સાસક પક્ષ ના નેતા તરીકે શૈલેષભાઈ ભીલ અને દંડક તરીકે હસમુખભાઈ બારીયા ની નિયુક્તિ કરવામાંન આવી હતી.

નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ગોવિંદભાઈ વસાવા અને ઉપ્રમુખ સુલોચનાબેન બારોટની વરણી કરવામાં આવી છે ખાસ વાત કરીએ તો ગોવિંદ વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે તેઓ GRD ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા ભાજપ માંથી ચૂંટણી લડ્યા અને તાલુકા પંચાયત પ્રમુખ બન્યા આ તેમની અદ્ભુત યાદગાર સફર રહી તમામ ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખને પાર્ટીના સદસ્ય દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!