સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રભરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ
મનપામાં ભળેલા અને નર્મદા કેનાલો મારફતે પીવાનું પાણી મેળવતા ગામોમાં ખેરાળી માળોદમાં પાણીની ભારે તંગી સર્જાઈ

તા.23/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
મનપામાં ભળેલા અને નર્મદા કેનાલો મારફતે પીવાનું પાણી મેળવતા ગામોમાં ખેરાળી માળોદમાં પાણીની ભારે તંગી સર્જાઈ
60 કરોડ રૂપિયાના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવશે – કલ્પેશ ચૌહાણ એન્જીનીયર મનપા, સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે ત્યારે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારો ગણવામાં આવે છે સૌની યોજના અંતર્ગત આ ડેમમાંથી સમગ્ર સૌરાષ્ટ્રના પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જેમાં જામનગર મોરબી દ્વારકા રાજકોટ સહિતના જિલ્લાઓમાં તથા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં અને આ પાંચ જિલ્લાઓના ગામડાઓમાં પાઇપલાઇનનું નેટવર્ક ફેલાવી અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ હાલના તબક્કામાં ઢાંકી પંપીંગ સ્ટેશનથી લઈ ધોળીધજા ડેમ સુધી નર્મદાની કેનાલનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે જેને લઇને કેનાલો બંધ કરી દેવામાં આવી છે તેની અસર હવે જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે 30 મે સુધી રીપેરીંગ કામ ચાલવાનું હોવાના કારણે ઢાકી પંપિંગ સ્ટેશનથી ડેમમાં પાણી ઠાલવતી કેનાલ જ બંધ કરી દેવામાં આવી છે જેને લઇને ડેમના પણ તળિયા દેખાવા લાગ્યા છે અને સૌરાષ્ટ્ર ભરમાં સપ્લાય કરવામાં આવતા પીવાના પાણી ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં હાલ 50% પાણીની સપાટી બચેલી છે જ્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ પીવાનું પાણી આ ડેમ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે જેમાં જોરાવર નગર રતનપર વઢવાણ સહિતના વિસ્તારોમાં પણ આ ડેમ મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં પાંચ દિવસે પાણી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે ડેમમાં જે સમયે નર્મદાની કેનાલ મારફતે પાણી ઠાલવવામાં આવતું હતું તે સમયે ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હતું અને હવે તેમાં કાપ મૂકી અને પાંચ દિવસે પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જેને લઇને શહેરીજનોને પણ પાણી કાપનો સામનો કરવો પડી રહ્યો છે હાલના તબક્કામાં ધોળી ધજા ડેમ માત્ર 60% પાણીની સપાટીએ થી ભરેલો છે ત્યારે તેની અસર સૌરાષ્ટ્ર ભરમાં દેખાઈ રહી છે અને મોરબી કેનાલ માળીયા બ્રાન્ચની કેનાલ વલભીપુર બ્રાન્ચની કેનાલ બંધ કરી નાખવામાં આવી છે જેને લઈને ખેડૂતો પણ સિંચાઈ માટે પાણી લઈ શકતા નથી ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં ભળેલા પાંચ ગામો અત્યાર સુધી નર્મદાની કેનાલ માંથી પાણી લેતા હતા પરંતુ કેનાલ જ બંધ કરી દેવામાં આવી હોવાના કારણે પાંચ ગામોમાં છેલ્લા 30 દિવસથી પાણીનું વિતરણ મહાનગરપાલિકા કરી શકી નથી કારણ કે ત્યાં પાણીનું નેટવર્ક જ નથી અને પાણી પહોંચાડવાની પાઇપ લાઇનની પણ હાલ કોઈ સુવિધા ન હોવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં પાણીનું નેટવર્ક ઓછું કર્યા બાદ આ વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું છે.




