ઇન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઇન અંતર્ગત દેલસર ગામ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

તા.૨૩.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:ઇન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઇન અંતર્ગત દેલસર ગામ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો
દાહોદ તાલુકાના ભાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના દેલસર ગામ ખાતે આજ રોજ “ઇન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઇન” અંતર્ગત હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવટ તથા જિલ્લા HIV/ટીબી ઓફિસર ડૉ. આર. ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભગીરથ બામણીયાના દિશા સૂચન અન્વયે યોજાયો હતો.ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી અને ટી.આઈ. પ્રોજેક્ટ અર્બન હોસ્પિટલ દાહોદના સહયોગથી આયોજિત આ કેમ્પ દરમિયાન ગામજનોને HIV/AIDS, HBV/HCV, STI, સિફિલિસ, ટીબી તેમજ અન્ય આરોગ્યલક્ષી સેવાઓ અંગે સવિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે HIV અને સિફિલિસની તપાસ પણ કરવામાં આવી હતી.આ હેલ્થ કેમ્પમાં અંદાજે 72 જેટલા લોકોએ હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર CHO, MPHS, MPHW, આશા બહેનો તથા ટી.આઈ. પ્રોજેક્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.





