
તા.૨૩.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Limdi:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના મુંડાહેડા ગામ ખાતે સમર યોગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન યોગ સેવક શીશપાલજીના સાનિધ્યમાં, ઝોન કો-ઓર્ડિનેટર પિન્કીબેનના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર ધૂળાભાઈ પારગીના સહયોગથી, યોગ કોચ કલ્પનાબેન ભાભોર અને પુષ્પાબેન બામણીયા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.કેમ્પના શુભારંભ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગ્રામ પંચાયત સરપંચ, પંચાયત સભ્ય તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુંડાહેડા સહિત આસપાસના ગામોના ૧૦૦ થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.૧૫ દિવસના આ સમર યોગ કેમ્પ દરમ્યાન બાળકોને શ્લોક, મંત્રોચ્ચાર, યોગાસન અને પ્રાણાયામ, સૂર્યનમસ્કાર મોબાઈલ ઉપકરણથી દૂર રહેવાની આદત અને સ્ક્રીન ટાઈમ ઘટાડવાનું મહત્વ, સારા સંસ્કાર અને નૈતિક મૂલ્યોની સમજ આપવામાં આવશે તથા કુદરતી પૌષ્ટિક પીણાંનું વિતરણ કરવામાં આવે છે.કેમ્પના છેલ્લા દિવસે ઉપસ્થિત માન્યવર મહેમાનોના હસ્તે સફળતાપૂર્વક ભાગ લેનારા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે.આ કેમ્પ અંગે જણાવવામાં આવ્યું હતું કે સમર યોગ કેમ્પ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત ઉપયોગી બની રહ્યો છે. નાની વયે જ યોગ અને સુસંસ્કારનું સિંચન ભવિષ્ય ઘડતર માટે પ્રેરક સાબિત થશે





