MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી વાસુર્ણા ખાતે બાળકો માટે રમત-ગમતના સાધનો ખુલ્લા મૂકાયા: શૈક્ષણિક સંકુલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

 

MORBI મોરબી વાસુર્ણા ખાતે બાળકો માટે રમત-ગમતના સાધનો ખુલ્લા મૂકાયા: શૈક્ષણિક સંકુલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો

બાળકો પ્રત્યે અતૂટ પ્રેમ અને શિક્ષણ પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવતા સમાજ સેવા કેન્દ્ર (મોરબી)ના પ્રમુખ શ્રી ટી. ડી. પટેલની પ્રેરણાથી વાસુર્ણા ખાતે ‘માતૃશ્રી જમનાબા પટેલ શૈક્ષણિક સંકુલ’નું નિર્માણ થઈ રહ્યું છે. આ સંકુલના સાનિધ્યમાં તાજેતરમાં બાળકોના સર્વાંગી વિકાસ અને આનંદ માટે “બાળકોની આંગળી પકડીને રમવા લઈ જવાના” એક સુંદર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

દાતાઓના સહયોગથી બાળકોને મળી રમતોની ભેટ આ વિશેષ પ્રસંગે રતનપા ચેરિટેબલ ટ્રસ્ટ, બારડોલીના શ્રી શશીભાઇના વિશેષ સહયોગથી બાળકોના મનોરંજન માટે વિવિધ રમતના સાધનો ભેટ આપવામાં આવ્યા હતા. જેમાં બાળકો માટે હિંચકા, લપસિયા, સાયકલ, ફૂલ રેકેટ, ક્રિકેટ સેટ સહિતના અન્ય આધુનિક રમતના સાધનોનો સમાવેશ થાય છે, જેને વિધિવત રીતે બાળકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. રમતના સાધનો મળતા જ બાળકોના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી.

મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક અગ્રણીઓએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો, જેમાં મુખ્યત્વે:

શ્રી હર્ષિદાબેન ચૌધરી (ચીખલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર) તથા તેમની વન વિભાગની ટીમ.શ્રી ક્રિષ્નાસ્વામી મહારાજ (ઓશો આશ્રમ, સોનગીર) તથા તેમના સાધકો.ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો.આ કાર્યક્રમથી સમગ્ર વાસુર્ણા પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને ગ્રામજનોએ સમાજ સેવા કેન્દ્ર તેમજ રતનપા ચેરિટેબલ ટ્રસ્ટની આ સરાહનીય કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!