GANDHINAGARMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ગૌચર અને ખરાબાની જમીનો ‘સોનાની ખાણ’ બની ગય.?

 

MORBI:મોરબી જિલ્લામાં ગૌચર અને ખરાબાની જમીનો ‘સોનાની ખાણ’ બની ગય.?

ગુજરાતને ખેતીપ્રધાન રાજ્ય ગણાવીને ખેડૂતોના હિતની મોટી-મોટી વાતો કરતા નેતાઓની ખોટ આજે મોરબી જિલ્લાનો સામાન્ય નાગરિક અને ખેડૂત અનુભવી રહ્યો છે. મોરબી જિલ્લામાં હાલ મોંઘવારીના માહોલ વચ્ચે સરકારી ખરાબા અને ગૌચરની જમીનો જાણે ભૂમાફિયાઓ માટે ‘સોનાની ખાણ’ બની ગઈ હોય તેવી ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ છે. સરકારી ચોપડે જે જમીન ગૌચર કે ખરાબો દેખાડે છે, વાસ્તવિકતામાં ત્યાં મસમોટા ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. તંત્રની ઘોર નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર, એર કન્ડિશન્ડ (AC) ઓફિસો, આલીશાન નિવાસસ્થાનો અને લક્ઝરી વાહનોમાં ફરતા જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પ્રજાની હાડમારી દૂર કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. તંત્રની આ ઢીલી નીતિને કારણે ભ્રષ્ટ તત્વોને જાણે ખુલ્લું આમંત્રણ મળી ગયું છે.સ્થાનિકો દબાણ હટાવા વહીવટ કે તોડપાણી થતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સરકારી જમીન પરથી દબાણ હટાવવાની ઝુંબેશમાં પણ ‘વાલા-દવલા’ની નીતિ અપનાવવામાં આવતી હોવાથી નેતાઓ અને અધિકારીઓ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ ડગી રહ્યો છે.

મોરબી જિલ્લા પંચાયત હેઠળ આશરે 350 ગ્રામ પંચાયતો અને 400 જેટલા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે. મોટા ઉદ્યોગોની આસપાસની કિંમતી જમીનો પર દબાણો વધી રહ્યા છે ત્યારે સ્થાનિક તલાટી-કમ-મંત્રી, સરપંચ, કાઉન્સિલરો કે ઉચ્ચ કમિશનર કક્ષાના અધિકારીઓએ માત્ર કાગળ પર વિકાસ બતાવવાને બદલે પ્રમાણિકતાથી પ્રજાલક્ષી કામ કરવું જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.

“મોરબી શહેરમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા અને પાર્કિંગના અભાવ પાછળ પણ આવા જ ગેરકાયદેસર દબાણો જવાબદાર છે. આ સામાન્ય લોજિક અધિકારીઓ અને નેતાઓ જાણે છે, છતાં પણ ‘બોલતા હૈ, ચલતા હૈ, હોતા હૈ’ જેવી બેદરકાર નીતિ અપનાવીને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.”તંત્ર વાહકોએ એ ન ભૂલવું જોઈએ કે લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. જો ગૌચર અને સરકારી જમીનો પરના આ મસમોટા કૌભાંડો સામે તંત્ર શું કાર્યવાહી કરે છે તે આગામી સમયમાં જોવાનું રહ્યું..

Back to top button
error: Content is protected !!