BANASKANTHAGUJARATKANKREJ

થરા નગર પાલિકા પંડિત દિનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગ્રુહ ખાતે ૧૯૫ મકાનનો વર્ક ઓર્ડર આપ્યો.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દિન દયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગ્રુહ ખાતે થરાસ્ટેટ માજીરાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા

થરા નગર પાલિકા પંડિત દિનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગ્રુહ ખાતે ૧૯૫ મકાનનો વર્ક ઓર્ડર આપ્યો.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દિન દયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગ્રુહ ખાતે થરાસ્ટેટ માજીરાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર બાબુભાઈ જોષી,કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, બાંધકામ સમિતિના ચેરમેન વિક્રમસિંહ વાઘેલા સહીત કોર્પોરેટરોની ઉપસ્થિતિમા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત ૧૯૫ નવીન મકાન નો વર્ક ઓર્ડર ૨૩મી મે ૨૦૨૬ ને શનિવારના રોજ આપવામાં આવ્યો હતો.શનિવારના રોજ ખીચોખીચ ભરેલ સાંસ્કૃતિક ગ્રુહમા થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભુપેન્દ્રસિંહ પરમારે શાબ્દિક શબ્દો દ્વારા દરેકને આવકાર્યા હતા.ત્યારે પ્રાસંગિક પ્રવચન કરતા થરાસ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ હતી કે ગરીબ અને ઘર વિહોણા પરિવાર ને પોતાનું ઘર નું ઘર મળે કોઈ ગરીબ ઘર વિહોણુ ના રહે તેવા પ્રયત્નો અમે હાથ ઘરેલ.થરા નગર પાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી એ સુકાન સાંભળ્યું છે ત્યારથી અમારી બોડી સતત ગરીબોની ચિંતા કરી રહી છે.થરા નગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ફર્સ્ટ પેજમાં ૧૦૨૮ લોકોએ લાભ લીધો હતો અને સેકન્ડ ફેઝમાં ૧૦૫ અગાઉ પાસ થયા હતા અને આજે પણ ૧૯૫ લાભાર્થીઓને મકાન પાસ કરી પ્રથમ એગ્રીમેન્ટ કરવામા આવેલ આ એગ્રીમેન્ટ ભાવિનભાઈ પ્રજાપતિને આપવા જણાવ્યું હતું.દરેક લાભાર્થીઓએ રાજવી પરિવાર અને ભારતીય જનતા પાર્ટી નો આભાર માન્યો હતો.આ પ્રસંગે થરા શહેર ભાજપ ઉપપ્રમુખ એવમ GKTS થરા શહેર પ્રમુખ સોમાજી જગાણી, કોર્પોરેટરો મહેન્દ્રસિંહ વાઘેલા,આર.ડી. પટેલ,ભુપતભાઈ ગોહિલ, અમરતભાઈ દેસાઈ,બનાસકાંઠા જિલ્લા SC મોરચા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ પરમાર, સામાજિક કાર્યકર સજુભા વાઘેલા,નગર પાલિકા કર્મચારી વિષ્ણુ કુરશીભાઈ દેસાઈ, લાલાભાઈ ભાટી સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ભુપેન્દ્રસિંહ પરમારે કરેલ.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!