DAHODDAHOD CITY / TALUKO

દાહોદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન થોડા સમય માટે ઉભી રહેતા પીડિત મહિલા વડોદરા આવી ગયું તેવું સમજીને ટ્રેનમાંથી ઉતરી જતા ભૂલે પડતા 181 અભયમ ટીમ મદદે પોહચી 

તા.૨૪.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન થોડા સમય માટે ઉભી રહેતા પીડિત મહિલા વડોદરા આવી ગયું તેવું સમજીને ટ્રેનમાંથી ઉતરી જતા ભૂલે પડતા 181 અભયમ ટીમ મદદે પોહચી

આજરોજ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર એક જાગૃત નાગરિકનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે દાહોદ જિલ્લાના એક ગામમાં એક અજાણ્યા વૃદ્ધ મહિલા સવારથી એક ગામમાં એકલા જ ફરતાં જોવા મળેલ જેથી તેઓએ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર ફોન કરીને જણાવેલ જેથી ૧૮૧ ની ટીમ જણાવેલ સરનામે પહોંચી ત્યારબાદ પીડિત મહિલા સાથે કાઉન્સેલીંગ કરતા જાણવા મળેલ કે પીડિત મહિલા ટ્રેનમાં પ્રયાગરાજ થી વડોદરા તેમના છોકરાઓ સાથે તેમના ઘરે વડોદરા જતાં હતા અને દાહોદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન થોડા સમય માટે હોલ્ડ પર રાખતાં પીડિત મહિલા વડોદરા આવી ગયું તેવું સમજીને ટ્રેનમાં થી ઉતરી ગયેલ. પીડિત મહિલા વૃદ્ધ હોવાથી વધારે સમજતા ના હોય તેમજ તેમને વધુ કઈ યાદ ના રહેતું હોય જેથી તેઓ એકલા ચાલતા જઈને દાહોદ જિલ્લાના એક ગામમાં પહોંચી ગયેલ. પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેઓ થોડા અસ્થિર મગજના હોય તેવું લાગતા તેમના જણાવ્યા પ્રમાણે દાહોદ રેલ્વે સ્ટેશન પર જઈને રેલ્વે પોલીસ સ્ટાફનો સંપર્ક કરેલ અને તેમના દ્વારા પીડિત મહિલાના છોકરાઓનો સંપર્ક કરેલ આમ પીડિત મહિલાના છોકરાઓ પણ તેમની માતાની શોધખોળ કરતા હોય અને તેઓ પણ દાહોદ રેલ્વે સ્ટેશન પર મળી આવેલ હોય તેઓને તેમની માતા સાથે ૧૮૧ ટીમ દ્વારા હેમખેમ મળાવેલ અને તેમને સમજાવેલ કે હવે પછી તેઓ તેમની માતા(પીડિત મહિલા) ને ક્યારેય એકલા ના મૂકવા માટે સમજાવેલ તેમજ પીડિત મહિલાની સંભાળ રાખવા માટે સમજાવેલ. ૧૮૧ ટીમે પીડિત મહિલા તેમના છોકરાઓનું કાઉન્સેલિંગ કરેલ અને કાયદાકીય માહિતી આપેલ આમ પીડિત મહિલાને તેમના છોકરાઓને સોંપેલ ત્યારબાદ પીડિત મહિલાના છોકરાઓએ ૧૮૧ અભયમ ટીમ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ…

Back to top button
error: Content is protected !!