ARAVALLIMODASA

મોડાસા – સુઈ રહેલી મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ચોરી કરનાર એક આરોપી અને બાળ કિશોર ઝડપાયા – CCTV સામે આવ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – સુઈ રહેલી મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ચોરી કરનાર એક આરોપી અને બાળ કિશોર ઝડપાયા – CCTV સામે આવ્યા

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના સર્વોદયનગર ડુગરી વિસ્તારમાં રાત્રી દરમિયાન સુઈ રહેલી મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી (ગોર રીંગ) ખેંચી ચોરી કરનાર ઇસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલ અંદાજિત રૂ.૪૫ હજાર કિંમતની ત્રણ ગ્રામ જેટલી સોનાની બુટ્ટી પણ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ, તા.૨૪/૦૫/૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૩:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન સર્વોદયનગર ડુગરી ખાતે એક મહિલા પોતાના ઘરની બહાર રોડ ઉપર ખાટલામાં સુતા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમોએ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી.

વિરેન્દ્રસિંહ યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ, મનોહરસિંહ એન. જાડેજા પોલીસ અધિક્ષક અરવલ્લી તથા જે.ડી. વાઘેલા નાયબ પોલીસ અધિક્ષક, મોડાસાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસ ઇન્સપેક્ટર આર.ડી. ચૌધરીએ પોલીસ ટીમને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.તપાસ દરમિયાન પીએસઆઈ એસ.એસ. મલેક તથા તેમની ટીમે ઘટનાસ્થળ આસપાસના CCTV કેમેરા ચેક કરતા સર્વોદયનગર ડુગરીનો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર રાત્રી સમયે શંકાસ્પદ હાલતમાં ભાગતો જોવા મળ્યો હતો. પોલીસે બાળ કિશોરને ઝડપી પૂછપરછ કરતા તેણે પોતાના મિત્ર સાથે મળી મહિલાના કાનમાંથી બુટ્ટી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.બાળ કિશોરની માહિતીના આધારે પોલીસે તેના મિત્ર ગોવિંદભાઈ શંકરભાઈ સલાટ, રહેવાસી સર્વોદયનગર ડુગરી, મોડાસાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીમાં ગયેલી સોનાની બુટ્ટી કબજે લેવામાં આવી હતી.

ઝડપાયેલ આરોપીઓ

ગોવિંદભાઈ શંકરભાઈ સલાટ

કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર

Back to top button
error: Content is protected !!