MORBI:મોરબીના શકત શનાળામાં મકાનમાંથી રૂ. ૫.૮૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: આરોપી ફરાર







MORBI:મોરબીના શકત શનાળામાં મકાનમાંથી રૂ. ૫.૮૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: આરોપી ફરાર
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શકત શનાળા ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને મોટા પાયે છુપાવી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૧૪૫૯ નંગ બોટલો સહિત કુલ રૂ. ૫.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.



મળતી વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શકત શનાળા ગામના નવા પ્લોટ વિસ્તારમાં, મુરલીધર હોટલ પાછળ આવેલા અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલાના મકાનમાં દારૂનો જથ્થો છુપાવેલો છે. આ બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાં રાખેલી પાણી ભરવાની બે મોટી ટાંકીઓમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.રૂ. ૫.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૫૦ મીલીની ૨૯૬ બોટલો અને ૧૧૬૩ પ્લાસ્ટિકના ચપલા મળી કુલ ૧૪૫૯ નંગ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત રૂ. ૫,૮૭,૨૮૬/- થાય છે.પોલીસ રેઇડ દરમિયાન આરોપી અશ્વિન વાઘેલા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ફરાર જાહેર કર્યો છે અને તેની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ સફળ કામગીરીમાં મોરબી સીટી એ ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ રાયધનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કપીલભાઈ ગુર્જર, અને પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ જીવણભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.




