MORBI:મોરબી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન: નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત







MORBI:મોરબી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન: નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત


મોરબી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ, હવે નવા સુકાનીઓના નામો પર સત્તાવાર મહોર મારી દેવામાં આવી છે. પક્ષ દ્વારા અનુભવી અને સક્રિય આગેવાનોને મહત્વની જવાબદારીઓ સોંપાતા જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે:પ્રમુખ તુલસીબેન કેતનભાઈ મારવણિયા – ઉપપ્રમુખ હેતલબા રાજદીપસિંહ જાડેજા – કારોબારી સમિતિ ચેરમેન સંદિપભા ભુપતભા ગુઠડા -પક્ષના નેતા કૈલાસબેન મહેશભાઈ કાલરીયા – દંડક (વ્હીપ) ચંદુભાઈ
ભાજપ સંગઠન દ્વારા આ વખતે યુવા અને અનુભવી ચહેરાઓનું સંતુલન જાળવીને જવાબદારી સોંપવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. હોદ્દેદારોના નામોની જાહેરાત થતાં જ મોરબી ભાજપ પરિવાર અને સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ મળીને શુભેચ્છાઓનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.
નવનિયુક્ત હોદ્દેદારોની આ મજબૂત ટીમ આગામી સમયમાં મોરબી ગ્રામ્ય વિસ્તારના વિકાસકાર્યો અને લોકપ્રશ્નોના નિકાલ માટે વધુ ગતિશીલતાથી કામ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




