THARADVAV-THARAD
થરાદ તાલુકા પંચાયતમાં નવી ટીમની સર્વાનુમતે વરણી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે દેવીબેન જોશી તથા ઉપપ્રમુખ તરીકે ભુરાભાઈ ઠાકોરની પસંદગી કરવામાં આવી હતી.
આ સાથે તાલુકા પંચાયતની નવી ટીમમાં કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ પ્રજાપતિ, શાસક પક્ષના નેતા તરીકે ગીતાબેન તેમજ દંડક તરીકે જવલબેનની નિમણૂક કરવામાં આવી હતી.
વરણી પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવી ટીમને શુભેચ્છાઓ પાઠવતા આગેવાનો દ્વારા તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
નવી જવાબદારી સંભાળનાર હોદ્દેદારોએ લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી વિકાસલક્ષી કામગીરી પારદર્શક રીતે આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.





