BANASKANTHAPALANPUR

14 મત સાથે પ્રમુખ તરીકે વિજેતા થયા વડગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે અનુબેન કેશરભાઈ ઉપલાણા વરણી

25 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ નવા પદાધિકારીઓ માટે ઔપચારિક ચૂંટણી પ્રક્રીયા સોમવારે યોજાઈ હતી. જેમાં ભાજપના પ્રમુખ પદના ઉમેદવારને ભાજપના 13 સભ્યો ઉપરાંત એક વધારાનો મત મળ્યાં હતો‌ આ પ્રસંગે ભાજપના પુવૅ. ધારાસભ્ય વસંતભાઈ ભટોળ ની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 13 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસને 14,અપક્ષને 1, બેઠક મળી હતી. યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના મગરવાડા બેઠકના સભ્ય અનુબેન કેશરભાઈ ઉપલાણા 14, મત સાથે પ્રમુખ તરીકે વિજેતા બન્યા હતા. તેમને ભાજપના 13 સભ્યો ઉપરાંત એક અપક્ષ ઉમેદવારે મત આપ્યા હતા. જ્યારે તેમના હરિફ કોંગ્રેસના ઉમેદવારને 12 મત મળ્યા હતા. ઉપપ્રમુખ પદે ભાજપના જલોત્રા બેઠકના સભ્ય રઘાભાઈ બેડીયા વિજેતા બન્યા હતા. આ ચૂંટણી પ્રક્રીયા દરમિયાન તાલુકાભરમાંથી ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચુંટણી પ્રક્રિયા ના પ્રારંભ માં સહેલગાહે થી પરત આવેલ ડેલિગેટો ને જોઈ કોંગ્રેસ, ભાજપના બન્ને પક્ષે આગેવાનો ભાવુક થતાં માહોલ ગરમાયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી વાતાવરણ તંગ બની ઠંડું થયું હતું.કોંગ્રેસના તેનીવાડા બેઠક ના ઉમેદવાર અને મજાદર બેઠક અપક્ષ ઉમેદવારે કોંગ્રેસ સાથે અણગમો વ્યક્ત કરતાં ભાજપે વડગામ તાલુકા પંચાયત માં સત્તા કબજે કરી હતી.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ,

Back to top button
error: Content is protected !!