HALOLPANCHMAHAL

હાલોલ તાલુકા પંચાયતમાં ભાજપના તમામ હોદેદારો બિન હરીફ જાહેર,ભાજપા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૫.૨૦૨૬

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓની સોમવારના રોજ વિધિવત રીતે વરણી કરવામાં આવી છે.જેમાં પ્રમુખ તરીકે નીરૂબેન પ્રતાપભાઈ બારીયા તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવિણસિંહ ઉદેસિંહ પરમાર ની બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે કારોબારી ચેરમેન તેમજ મહત્વના અન્ય બે હોદ્દાઓ માટે પક્ષ દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યો છે.તાજેતર માં યોજાયેલ સ્થાનિક સ્વારાજ્યં ની ચૂંટણીમાં હાલોલ તાલુકા પંચાયતની કુલ ૨૪, બેઠકોમાંથી ૨૩ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો જ્યારે ૧, બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી જેના પગલે હાલોલ તાલુકા પંચાયત પર ફરી એક વખત ભાજપા નો સ્પષ્ટ દબદબો જોવા મળ્યો હતો. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડકની નિમણૂક જિલ્લા ભાજપા સંગઠન દવારા કરવામાં આવી દરેક ને ગત રોજ રવિવાર ના રોજ મેન્ડેટ આપતા તેઓ એ પોતાની ઉમેદવારી નોંધાવો હતી જેમાં ઉમેદવારી નોંધવાના અંતિમ સમય સુધી અન્ય કોઈ ઉમેદવારો એ ઉમેદવારી ન નોંધાવતા જ્યારે આજે સોમવાર ના રોજ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી માટે અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત અધિકારી શહેરા ની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં પ્રથમ સભામાં પ્રમુખ તરીકે નીરૂબેન પ્રતાપભાઈ બારીયા તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવિણસિંહ ઉદેસિંહ પરમાર ને ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે અન્ય હોદ્દાઓ માટે ભાજપાના મેન્ડેટ મુજબ કારોબારી ચેરમેન ગોપાલસિંહ ગુલાબસિંહ બારીયા,શાસક પક્ષ ના નેતા તરીકે ચેતન ઉદેસિંહ સોલંકી, તેમજ અશોકભાઈ ગોવિંદભાઈ બારીયા દંડક તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે હવે પછીની સામાન્ય સભામાં અન્ય સમિતિઓની રચના કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!