MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખેડૂતોને ૨ દિવસમાં તેલીબિયાં પાક બિયારણ કીટ ફાળવવા માનસર ગ્રામ પંચાયતની માંગ

 

MORBI:મોરબીના ખેડૂતોને ૨ દિવસમાં તેલીબિયાં પાક બિયારણ કીટ ફાળવવા માનસર ગ્રામ પંચાયતની માંગ

મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા પંચાયત કચેરીને એક સત્તાવાર પત્ર પાઠવીને મોરબી તાલુકાના ખેડૂતોને તેલીબિયાં પાક (મગફળી) બિયારણની કીટ તાત્કાલિક ધોરણે ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.

કેનાલમાં પાણી છોડાશે, બિયારણની તાતી જરૂરિયાત:

માનસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જીતેન્દ્ર પી. થોરીયાએ પત્રમાં જણાવ્યું છે કે, મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ મગફળી જેવા તેલીબિયાં પાકના વાવેતર માટે ઓનલાઈન અરજીઓ કરેલી છે. મચ્છુ-૨ ડેમના કમાન્ડ એરિયામાં આવતા ગામોમાં આગામી તારીખ ૨૭/૦૫/૨૦૨૬ના રોજ કેનાલમાંથી પાણી છોડવામાં આવનાર છે. આ ઉપરાંત નદી કાંઠાના ગામડાઓ જ્યાં નદી પરથી સિંચાઈ થાય છે, ત્યાં ખેડૂતોને બિયારણની હાલ ખાસ અને તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે.

જો ખેડૂતોને આગામી બે દિવસમાં બિયારણ કીટ પૂરી પાડવામાં આવે, તો તેઓ સમયસર વાવણી કાર્ય શરૂ કરી શકે તેમ છે. આથી ખેડૂતોના વ્યાપક હિતમાં તંત્ર દ્વારા યોગ્ય ઘટતું કરી તાત્કાલિક બિયારણ વિતરણ કરવામાં આવે તેવી માંગ પંચાયત દ્વારા કરવામાં આવી છે. આ પત્રની એક નકલ યોગ્ય કાર્યવાહી અર્થે જિલ્લા વિકાસ અધિકારી (DDO), મોરબીને પણ રવાના કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!