DAHODDAHOD CITY / TALUKO

દાહોદ સબ જેલ ખાતે “સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન” અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ અને જીવન કૌશલ્ય શિબીર યોજાયું

તા.૨૫.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સબ જેલ ખાતે “સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન” અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ અને જીવન કૌશલ્ય શિબીર યોજાયું

જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) આર.પી. બારોટ સાહેબ તથા વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ રાજ્યની જેલોમાં બંદીવાનોના માનસિક, નૈતિક અને સામાજિક પરિવર્તન માટે “સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન” અભિયાન હાથ ધરવામાં આવેલ છે.આ અભિયાન અંતર્ગત આજરોજ દાહોદ સબ જેલ ખાતે Art of Living Foundation તથા પ્રકૃતિ મિત્ર મંડળ ના સહયોગથી વ્યસન મુક્તિ અને “જીવન જીવવાની કળા” વિષયક શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આર્ટ ઓફ લીવીંગ, દાહોદના આંતરરાષ્ટ્રીય ટીચર આનંદભાઈ દેસાઈ તથા પ્રકૃતિ મિત્ર મંડળના બબલુભાઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા.આનંદભાઈ દેસાઈએ ભગવાન બુદ્ધના જીવનપ્રસંગોના ઉદાહરણો દ્વારા સંયમ, ધીરજ અને સકારાત્મક અભિગમ અપનાવી વર્તમાનમાં સુખમય જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.શિબીરમાં બંદીવાનોને વ્યસનમુક્ત જીવન અપનાવી ફરીથી કોઈપણ પ્રકારના અપરાધથી દૂર રહી સારા નાગરિક તરીકે સમાજમાં માનપૂર્વક જીવન જીવવા પ્રેરણા આપવામાં આવી હતી ઉપરાંત ૧૮ થી ૨૫ વર્ષના ઉંમરના બંદીવાનો આત્મહત્યાના નકારાત્મક વિચારોનો ત્યાગ કરી સકારાત્મક વિચારોને જીવનમાં સ્વીકારવા માટે પણ વિશેષ સમજણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમિયાન બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયક તથા ઉપયોગી સાબિત થયો હતો.

Back to top button
error: Content is protected !!