ભરૂચ: બકરી ઈદના તહેવારને અનુલક્ષીને નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ




સમીર પટેલ, ભરૂચ
નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક પીઆઈ ટી.આર.ચોધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં નબીપુર પોલીસ વિસ્તારના ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગમી 28 મી મે ના રોજ મુસ્લિમ સમાજની બકરી ઈદનો તહેવાર છે ત્યારે નબીપુર વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે નબીપુર પીઆઈ ટી.આર.ચોધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત તમામ સમાજના લોકો પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવણી કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.આ બેઠકમાં નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોના સરપંચો તેમજ આગેવાનો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




