KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના વેજલપુર ગામે નવા મકાનના આંગણામાંથી મોટરસાયકલની ચોરી થતા નોંધાઈ ફરિયાદ.

 

તારીખ ૨૬/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં આવેલા વેજલપુર ગામેથી એક મોટરસાયકલ ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના અંગે વાહન માલિકે ઓનલાઇન ઈ-એફ.આઈ.આર. નોંધાવ્યા બાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.ફરિયાદી મોહંમદ સોયેબ અહેમદ ગુંગલા (ઉંમર વર્ષ ૩૧, ધંધો: કડીયાકામ, રહે. મોટા ધાંચીવાડા, વેજલપુર) ના જણાવ્યા અનુસાર, ગત તારીખ ૨૧/૦૫/૨૦૨૬ના રોજ તેઓ મજુરી કામેથી પરત ફરીને રાત્રિના આશરે ૨૨:૩૦ વાગ્યે પોતાની મોટરસાયકલ હીરો એચ.એફ. ડિલક્ષ (ગ્રે તથા બ્લેક કલર)રજીસ્ટ્રેશન નંબર: GJ-23-DH-164 સ્ટેરીંગ લોક કરીને અલી મસ્જીદ પાસે આવેલા પોતાના નવા મકાનના આંગણામાં મૂકીને સૂઈ ગયા હતા.બીજા દિવસે સવારે ૦૭:૩૦ વાગ્યે જાગીને જોતાં તેમની મોટરસાયકલ ઘટનાસ્થળે મળી આવી ન હતી. આજુબાજુના વિસ્તારમાં અને ગામમાં શોધખોળ કરવા છતાં બાઇકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. કોઈ અજાણ્યા ચોર ઇસમો સ્ટેરીંગ લોક તોડીને વાહનની ચોરી કરી ગયા હોવાનું જણાતાં આખરે ફરિયાદીએ ઓનલાઇન પોર્ટલ પર ઈ-એફ.આઈ.આર. કરી હતી જે બાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોટરસાયકલ આશરે કિંમત: રૂ. ૨૦,૦૦૦/- ની ચોરીનો અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!