BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકા પંચાયતને મળ્યા નવા પ્રમુખ-ઉપપ્રમુખ,ભાજપને ૧૨ સભ્યોનું સમર્થન.!

નવા હોદ્દેદારો પ્રમુખ ઠાકોર નીતાબેન દશરથજી,ઉપ પ્રમુખ ઠક્કર ભારતીબેન નિરંજનભાઈ,

ઓગડ તાલુકા પંચાયતને મળ્યા નવા પ્રમુખ-ઉપપ્રમુખ,ભાજપને ૧૨ સભ્યોનું સમર્થન.!
—————————————————————————-
કોંગ્રેસમાંથી ભાજપમા આવેલ નીતાબેન ઠાકોર પ્રમુખ, ભારતીબેન ઠક્કર બન્યા ઉપ પ્રમુખ.
—————————————————————————
નવરચિત ઓગડ તાલુકા પંચાયતને નવીન પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે.પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓની જાહેરાત થતાં રાજકીય વર્તુળમા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વરણી પ્રક્રિયા દરમ્યાન ભાજપના પ્રમુખ પદના ૧૨ સભ્યોને સમર્થ મળ્યું હતું.જયારે કોંગ્રેસના ઉમેદવારના સમર્થમા ૮ સભ્યોએ હાથ ઊંચા કરીને ટેકો જાહેર કર્યો હતો.ચૂંટણી નિરીક્ષક બ.કાં.જિલ્લા શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ અને ઓગડ તાલુકા વિકાસ અધિકારી જે.ડી.રાવલની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.નવા હોદ્દેદારો પ્રમુખ ઠાકોર નીતાબેન દશરથજી,ઉપ પ્રમુખ ઠક્કર ભારતીબેન નિરંજનભાઈ, કારોબારી અધ્યક્ષ વાઘેલા સિધ્ધરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઊણ, જોષી દંડક રીંકુબેન પ્રકાશભાઈ પક્ષનાનેતા ભરવાડ શૈલેષભાઈ હેગાભાઈ ચૂંટાઈ આવતા ઓગડ તાલુકાની રચના બાદ પ્રથમ વખત તાલુકા પંચાયતના હોદ્દેદારોની નિમણૂક થતાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ,થરા સ્ટેટ માજી રાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,બ.કાં.જિલ્લા પંચાયત ના પૂર્વપ્રમુખ સુખદેવસિંહ સોઢા,બ. કાં લ.જિલ્લા પંચાયત સદસ્ય તેજાભાઈ દેસાઈ, GKTS બ.કાં.જીલ્લા પ્રમુખ ડી.ડી.જાલેરા,કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ, તાણા જિલ્લા પંચાયતની સીટના ભાજપના વિજેતા ઉમેદવાર દેસાઈ રેખાબેન તેજાભાઈ,ચાંગા સરપંચ હરદાસભાઈ ચૌધરી,નચિકેતા સંસ્કાર ધામના બાબુભાઈ ચૌધરી, ડો.બાબુભાઈ સલીમગઢ,કનુભાઈ ઠક્કર, દશરથભાઈ ઠક્કર,સોમાજી જગાણી,હર્ષદભાઈ ઠક્કર, નચિકેતા સંસ્કાર ધામ સ્ટાફ સહિત જિલ્લા અને તાલુકાના સદસ્યો સહિત આગેવાનો અને શુભેચ્છકોએ નવા પ્રમુખ નીતાબેન ઠાકોર અને ઉપપ્રમુખ ભારતીબેન ઠક્કર સહિત તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી નવા હોદ્દેદારો ટૂંક સમયમાં ચાર્જ સંભાળી તાલુકાના વિકાસના કામોને વેગ આપશે તેવી લોકોમાં આશા છે.
નટવર કે.પ્રજાપતિ, થરા
મી. 99795 21530

Back to top button
error: Content is protected !!