SAGBARA

આદિવાસી પ્રજાને એસ.ટી. બસ સુવિધા માટે ધારાસભ્ય ચૈતર વસાવાની રજૂઆત

રાજપીપળા–તળાજા રૂટ સાગબારા તાલુકાના સેલંબા રૂટ સુધી એસ.ટી. બસ લંબાવવા કરી માંગ,

 

આદિવાસી પ્રજાને એસ.ટી. બસ સુવિધા માટે ધારાસભ્ય ચૈતર વસાવાની રજૂઆત

 

રાજપીપળા–તળાજા રૂટ સાગબારા તાલુકાના સેલંબા રૂટ સુધી એસ.ટી. બસ લંબાવવા કરી માંગ,

વાતાસલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

સાગબારા -ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય નિયામકને પત્ર લખી રાજપીપળા–તળાજા રૂટની બસ સાગબારા તાલુકાના સેલંબા સુધી રૂટ લંબાવવા માટે પત્ર લખી રજૂઆત કરવામાં આવી

ધારાસભ્યએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના સાગબારા, સેલંબા અને આસપાસના આદિવાસી વિસ્તારોના લોકો રોજગાર, આરોગ્ય અને શિક્ષણ માટે સતત અવરજવર કરતા હોય છે. છતાં આ વિસ્તારોમાં સીધી બસ સુવિધાનો અભાવ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

બસ સેવા શરૂ કરવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને મોટી રાહત મળશે. સાથે જ વિદ્યાર્થીઓ, મજૂરો, વેપારીઓ અને દર્દીઓને સરળ પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે.

તેમણે વધુમાં જણાવ્યું કે હાલ અનેક મુસાફરોને બસ બદલવી પડતી હોવાથી સમય અને નાણાંનો વ્યય થાય છે. તેથી તાત્કાલિક અસરથી રૂટ પર બસ સેવા શરૂ કરવા અને આદિવાસી વિસ્તારોને વધુ સારી પરિવહન સુવિધા આપવા માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!