MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે ખાખરેચી મુકામે ભવ્ય “કાર્યકર્તા સંમેલન” યોજાશે

 

MALIYA (Miyana):માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે ખાખરેચી મુકામે ભવ્ય “કાર્યકર્તા સંમેલન” યોજાશે

કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત કરવા અને આગામી સમયના પક્ષના વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવાના હેતુથી માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક ભવ્ય “કાર્યકર્તા સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલન આવતીકાલે એટલે કે તારીખ 28-05-2026, ગુરુવારના રોજ સાંજે 6 કલાકે ખાખરેચી ગામમાં આવેલા ‘સુરાપુરા ની વાડી’ ખાતે યોજાશે.

માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સંદીપભાઈ કાલરીયાના જણાવ્યા અનુસાર, આ સંમેલનમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ અને ઉચ્ચ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે. આ વરિષ્ઠ આગેવાનો દ્વારા ઉપસ્થિત તમામ કર્મઠ કાર્યકર્તાઓને સંગઠનને પાયામાંથી મજબૂત કરવા અને આગામી રણનીતિ અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

ભોજન સમારંભનું આયોજન:

સંમેલનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ સ્નેહી મિત્રો અને કાર્યકર્તાઓ માટે એક સ્નેહમિલન સહ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને ભોજન લેશે.

માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકાના તમામ સ્નેહી મિત્રો, હોદ્દેદારો અને પાયાના કર્મઠ કાર્યકર્તા ભાઈઓને પક્ષની શક્તિ વધારવા માટે પોતાના કિંમતી સમયમાંથી ફાળવણી કરી આ સંમેલનમાં સક્રિયપણે ઉપસ્થિત રહેવા માટે સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!