MORBI:મોરબી-કચ્છ હાઇવે પરથી: સફેદ માટીની આડમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો







MORBI:મોરબી-કચ્છ હાઇવે પરથી: સફેદ માટીની આડમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો


ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી વચ્ચે માળીયા (મીં) પોલીસને એક મોટી સફળતા મળી છે. મોરબી-કચ્છ નેશનલ હાઇવે રોડ પર આવેલી એક હોટેલના ગ્રાઉન્ડમાંથી પોલીસે સફેદ માટીની આડમાં હેરાફેરી થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક-ટ્રેઇલર અને દારૂ સહિત કુલ રૂપિયા ૩૪,૨૧,૨૯૬/- નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, માળીયા (મીં) પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ ‘ડીસન્ટ હોટલ’ ના ગ્રાઉન્ડમાં એક શંકાસ્પદ ટ્રક પડેલી છે. ટાટા કંપનીના આ ટ્રક-ટ્રેઇલર (રજીસ્ટ્રેશન નંબર: RJ-19-GE-9114) માં સફેદ માટી ભરેલી છે અને તેની નીચે મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.
બાતમીના આધારે જ્યારે પોલીસની ટીમ ઘટનાસ્થળે રેડ કરવા પહોંચી, ત્યારે બાતમીવાળો ટ્રક ચાલક પોલીસને જોઈને વાહન મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ ચપલા મળી આવ્યા હતા.
ઝડપાયેલ મુદ્દામાલ વિદેશી દારૂની નાની-મોટી બોટલો: ૪૬૮ નંગ (કિંમત રૂ. ૩,૭૦,૪૧૬/-) દારૂના ચપલા: ૨૩૨ નંગ (કિંમત રૂ. ૫૦,૮૮૦/-)ટાટા ટ્રક-ટ્રેઇલર (RJ-19-GE-9114): ૧ નંગ (કિંમત રૂ. ૩૦,૦૦,૦૦૦/-)કુલ જપ્ત મુદ્દામાલ: રૂપિયા ૩૪,૨૧,૨૯૬/-માળીયા (મીં) પોલીસે દારૂનો આ જથ્થો અને ટ્રક કબજે કરીને અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



