WAKANER:વાંકનેર આઇપીએલ મેચ પર જુગાર રમતો એક ઝડપાયો







WAKANER:વાંકનેર આઇપીએલ મેચ પર જુગાર રમતો એક ઝડપાયો


વાંકનેર સિટી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે રેઇડ પાડીને આઇપીએલ ક્રિકેટ મેચ પર જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹૨૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાંકનેર સિટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ગાયત્રી મંદિર પાસે આવેલા આરોગ્યનગરના ઢાળિયા નજીક દરોડો પાડ્યો હતો.
પોલીસની રેઇડ દરમિયાન સ્થળ પરથી સન્ની જયંતીભાઈ માણસુરીયા (કોળી) (ઉંમર વર્ષ-૨૪, રહે. આરોગ્યનગર ઢાળિયો, ગાયત્રી મંદિર પાસે, વાંકનેર) નામનો યુવક ઝડપાયો હતો. આરોપી પોતાના મોબાઈલ ફોન પર આઇપીએલ (IPL)ની રાજસ્થાન રોયલ્સ (RR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહેલી ટી-૨૦ મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમી રહ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. આ મામલે વાંકનેર સિટી પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.




