MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: “હું ફક્ત હેમરાજભાઈના કારણે મેયર બન્યો છું”, નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણીનો વીડિયો વાયરલ થતાં :રાજકારણ ગરમાયું.

 

MORBI:મોરબી: “હું ફક્ત હેમરાજભાઈના કારણે મેયર બન્યો છું”, નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણીનો વીડિયો વાયરલ થતાં :રાજકારણ ગરમાયું.

મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણી હાલમાં એક સોશિયલ મીડિયા વીડિયોને કારણે જોરદાર ચર્ચામાં આવ્યા છે. ઉત્તમ સુરાણીનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ હેમરાજભાઈ પાડલિયાનો જાહેરમાં આભાર માનતા જોવા મળી રહ્યા છે. જોકે, વીડિયોમાં તેમના દ્વારા કરવામાં આવેલા વિધાનોને પગલે હવે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં મેયર ઉત્તમ સુરાણી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે:”મને ચૂંટણીની ટિકિટ ફક્ત અને ફક્ત હેમરાજભાઈ પાડલિયાના કારણે જ મળી છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ હેમરાજભાઈના થકી જ મને જીત મળી છે અને આજે હું ફક્ત હેમરાજભાઈના કારણે જ મેયર બન્યો છું, જેથી હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.”

આ વીડિયો સામે આવ્યા બાદ મોરબીના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે લોકશાહીમાં અને પક્ષ પ્રણાલીમાં જીતનો શ્રેય પક્ષના મોવડીમંડળ, કાર્યકરો અને મતદારોને આપવામાં આવતો હોય છે. ત્યારે આ વીડિયોને લઈને હવે લોકોમાં અને વિપક્ષમાં કેટલાક આકરા સવાલો ઉઠી રહ્યા છે.

શું ભારતીય જનતા પાર્ટી (BJP) જેવી શિસ્તબદ્ધ પાર્ટીના સંગઠન અને નેતૃત્વનો આ જીત અને મેયર પદની પસંદગીમાં કોઈ રોલ નથી?

જે જનતાએ લાઈનોમાં ઊભા રહીને કિંમતી મત આપ્યા, શું એ મતદારોની કોઈ કિંમત નથી? શું તેમની જીતમાં મતદારોનો કોઈ ફાળો નથી? લોકશાહીમાં જનતા અને પક્ષ સર્વોપરી હોય છે, ત્યારે કોઈ એક વ્યક્તિ વિશેષને જ ટિકિટ, જીત અને મેયર પદનો તમામ શ્રેય આપી દેવો કેટલો યોગ્ય?

આ વાયરલ વીડિયોને પગલે ભાજપના સ્થાનિક સંગઠનમાં પણ આંતરિક ગણગણાટ શરૂ થયો હોવાની ચર્ચા છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ પર નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણી કે ભાજપના મોવડીમંડળ તરફથી કોઈ સ્પષ્ટતા કે સત્તાવાર નિવેદન સામે આવે છે કે નહીં. તે હવે જોવાનું રહ્યું..

Back to top button
error: Content is protected !!