SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેેન્દ્રનગર શહેરી વિસ્તારમાં બળજબરીપૂર્વક સ્માર્ટમીટર ફીટ કરતા રોષ ફેલાયો

જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં જુના વીજ મીટર પુન સ્થાપિત કરવા PGVCLમાં રાઈ રજૂઆત કરાઈ

તા.28/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાં જુના વીજ મીટર પુન સ્થાપિત કરવા PGVCLમાં રાઈ રજૂઆત કરાઈ, સુરેેન્દ્રનગર જિલ્લામાં સ્માર્ટ મીટરને લઈ વિરોધ યથાવત રહેવા પામ્યો છે ત્યારે સુરેેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા સ્માર્ટ મીટરો બળજબરીપૂર્વક લગાડવામાં આવતા હોવાની ફરિયાદો સતત વધતી જઈ રહી છે ત્યારે આ અંગે સ્થાનિક લોકો અને સ્માર્ટ મીટર ધારકો દ્વારા સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે ત્યારે સ્માર્ટ મીટર દૂર કરી અને જુના વીજ મીટર પુનઃસ્થાપિત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ત્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા બાદ વીજ વપરાશ કરતાં વધુ બિલ આવી રહ્યું છે વારંવાર રિચાર્જ પણ કરાવવામાં હાલાકી ભોગવી પડી રહી છે વીજ પુરવઠો અચાનક બંધ થઈ જવાની સમસ્યા પણ સર્જાઇ રહી છે અને સામાન્ય ગ્રાહકોને ટેકનિકલ પ્રક્રિયા સમજણમાં મુશ્કેલ હોવાના કારણે પરેશાનીમાં મુકાવું પડી રહ્યું છે વૃદ્ધ અભણ અને ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને સ્માર્ટ મીટર અંગે પૂરતી માહિતી ન હોવાના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ અંગે તાત્કાલિક બોને સ્માર્ટ મીટર દૂર કરી અને જૂના મીટર પુનઃસ્થાપિત કરવાની રજૂઆત કરવામાં આવી છે આ અંગે સુરેન્દ્રનગર કાર્યપાલક એન્જિનિયરને રજૂઆત પણ કરવામાં આવી છે અને તાત્કાલિક આ નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો પુનઃ રીતે જૂનામીટર ફીટ નહીં કરવામાં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવા અંગેની ચીમકી પણ આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!