MORBIMORBI CITY / TALUKO

GUJARAT:ખેડૂતોનો આરપારનો જંગ: ૧૦ જૂન સુધીમાં વીજલાઈનની નોટિસો રદ કરો, નહીંતર હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર ઘેરાવની મહેશ રાજકોટીયાની ચીમકી

 

GUJARAT:ખેડૂતોનો આરપારનો જંગ: ૧૦ જૂન સુધીમાં વીજલાઈનની નોટિસો રદ કરો, નહીંતર હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર ઘેરાવની મહેશ રાજકોટીયાની ચીમકી

 

ગુજરાતમાં 765 KV પાવર ગ્રીડ વીજલાઈન નાખવા મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂત નેતા મહેશ રાજકોટીયાએ સરકારને અલ્ટીમેટમ આપતા જાહેરાત કરી છે કે, જો આગામી ૧૦/૦૬/૨૦૨૬ સુધીમાં જિલ્લા કલેક્ટરો દ્વારા ખેડૂતોને આપવામાં આવેલી વીજલાઈન અંગેની તમામ નોટિસો રદ કરવામાં નહીં આવે, તો સમગ્ર ગુજરાતના ખેડૂતો “કિશાન ટ્રેક્ટર ક્રાંતિ” અંતર્ગત હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર ભણી કૂચ કરશે અને લોકશાહી ઢબે વિધાનસભાનો ઘેરાવ કરશે.

સમગ્ર ગુજરાતના ખેડૂત સંગઠનોએ સરકારને ૧૫ દિવસની આખરી મહેતલ આપીને શાંતિપૂર્ણ પરંતુ ઉગ્ર જનઆંદોલનની રણનીતિ તૈયાર કરી લીધી છે.

“સંમતિ વગર JCB પડશે તો ખુરશી હલી જશે”

આ વિવાદનું મુખ્ય કેન્દ્ર હાલ મોરબી બન્યું છે, જ્યાં 765 KV લાઈન પસાર કરવા મુદ્દે મોરબીના ખેડૂતો અને વીજકંપનીઓ આમને-સામને આવી ગયા છે. ખેડૂતોએ રોષે ભરાઈને તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે કે:

“ખેડૂતોની લેખિત સંમતિ વગર જો એક પણ ખેતરમાં JCB કે અન્ય મશીનરી પ્રવેશશે, તો સત્તાધીશોની ખુરશીઓ હલી જશે.”

ખેડૂતોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર વીજકંપનીઓના ઈશારે ખેડૂતોને ડરાવવા માટે કલેક્ટર મારફતે નોટિસો પાઠવી રહ્યું છે, જે બંધારણીય રીતે ખોટું છે.

રાજસ્થાન મોડેલ SOP લાગુ કરવાની માંગ

ખેડૂત સંગઠનોની મુખ્ય માંગણી છે કે ગુજરાતમાં પણ પાડોશી રાજ્ય રાજસ્થાન મોડેલ મુજબની SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) લાગુ કરવામાં આવે. રાજસ્થાન સરકાર જે રીતે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને વળતર અને જમીન સંપાદનની નીતિ ચલાવે છે, તેવી જ પારદર્શક નીતિ ગુજરાતમાં પણ આગામી ૧૫ દિવસમાં અમલી બનાવવામાં આવે તેવી સંગઠનની પ્રબળ હુંકાર છે.

ખેડૂતોનો હુકમ: “બજારભાવના ૪ ગણા વળતર, રોકડા અને એકસાથે”ખેડૂતોએ સરકાર સામે નમવાને બદલે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો હુકમ સંભળાવી દીધો છે. ખેડૂતોની મુખ્ય આર્થિક માંગણીઓ

વીજલાઈનના ટાવર ઉભા કરવા બદલ જમીનનું વળતર બજારભાવ કરતા ૪ ગણું મળવું જોઈએ.

આ વળતરના નાણાં કોઈ પણ હપ્તા વગર, એકસાથે અને રોકડા (Direct Account/Cash) ચૂકવવાના રહેશે.

ખેડૂતોની આ આક્રમક માંગણીઓ અને કલેક્ટરોની નોટિસો સામે સરકારની લાંબી ચૂપકીદી હવે મોટા સવાલો ઉભા કરી રહી છે.જો સરકાર આગામી ૧૫ દિવસમાં (૧૦ જૂન સુધીમાં) આ વિવાદનો સુખદ અંત નહીં લાવે, તો ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ટ્રેક્ટર આંદોલન સચિવાલયના દ્વારે દ दस्तक દેશે, જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે તેવું ખેડૂત સંગઠનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!