MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ઈતિહાસમાં પ્રથમવાર: ત્રણ હાટડી-મઠવારી વિસ્તારના તમામ પરિવારો દ્વારા દ્વારકાધીશજીની ૫૨ ગજની ધ્વજારોહણનો ભવ્ય મહોત્સવ યોજાશે

 

TANKARA:ટંકારા ઈતિહાસમાં પ્રથમવાર: ત્રણ હાટડી-મઠવારી વિસ્તારના તમામ પરિવારો દ્વારા દ્વારકાધીશજીની ૫૨ ગજની ધ્વજારોહણનો ભવ્ય મહોત્સવ યોજાશે

ટંકારાના ધાર્મિક ઈતિહાસમાં એક નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરના ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના સમસ્ત પરિવારો દ્વારા જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશજીની ૫૨ ગજની ધ્વજા ચડાવવાનું એક અભૂતપૂર્વ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાના ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યાં કોઈ એક આખા વિસ્તારના તમામ અઢારેય વર્ણના (જ્ઞાતિના) પરિવારો સાથે મળીને આટલો મોટો ધ્વજારોહણ ઉત્સવ ઉજવી રહ્યા હોય.
​અધિક જેઠ માસની પૂનમે ચડશે ૫૨ ગજની ધજા
​આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત આગામી તા. ૩૧/૦૫/૨૦૨૬ ને રવિવારની સાંજે અધિક જેઠ મહિનો (પુરષોત્તમ માસ) ની પવિત્ર પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશના શિખર પર ૫૨ ગજની નૂતન ધજા ચડાવવામાં આવશે. આ પવિત્ર ધજા આખી રાત જગત મંદિર પર ફરકતી રહેશે. આ દિવ્ય પ્રસંગને લઈને સમગ્ર ત્રણ હાટડી-મઠવારી વિસ્તારના પરિવારોમાં ભારે હર્ષોલ્લાસ અને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
​૨૯ મેના રોજ ધજાના વધામણાં અને વિદ્યાર્થી સન્માન સમારોહ


​આ મુખ્ય મહોત્સવ પૂર્વે, આગામી તા. ૨૯/૦૫/૨૦૨૬ ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ત્રણ હાટડી ગરબી ચોક ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશની પવિત્વ ધજાનું આગમન થશે. આ તકે વિસ્તારના તમામ પરિવારો એકત્રિત થઈને સામૈયા સાથે ધજાજીના ભવ્ય વધામણાં કરશે.
​સાથે જ આ મંગલમય અવસરે શિક્ષણ ક્ષેત્રે ઝળકેલી સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે ચાલુ વર્ષે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં ઉત્તીર્ણ (પાસ) થયેલા દિકરા-દિકરીઓનો ભવ્ય સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
​નવદુર્ગા ગરબી મંડળની ટીમ જહેમત ઉઠાવી રહી છે
​આ સમગ્ર દિવ્ય આયોજન શ્રી નવદુર્ગા માતાજી અને શ્રી દ્વારકાધીશ ભગવાનની અસીમ કૃપા તેમજ આશીર્વાદથી સાકાર થઈ રહ્યું છે. આ ધાર્મિક ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે શ્રી નવદુર્ગા ગરબી મંડળની ટીમ અને તેમનું વાલી મંડળ નિમિત્ત બનીને રાત-દિવસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ આયોજનથી સમગ્ર ટંકારા પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.

Back to top button
error: Content is protected !!