દાહોદ લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે છાશનું વિતરણ કરાયું

તા.૨૮.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે છાશનું વિતરણ કરાયું
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 f1 રિજિયન ચાર અને જોન બે માં આવેલી લાયન્સ ક્લબ દાહોદ સીટી દાહોદ અને અંતરિયાળ ગામમાં લોકો ઉપયોગી સમાજસેવાના કાર્ય કરે છે તે અંતર્ગત દાહોદ શહેરમાં આવી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે આશયથી બે દિવસ માટે છાશ નું વિતરણ બસ સ્ટેશન પાસે આવતા જતા મુસાફરો અને જાહેર જનતા માટે કરવામાં આવ્યું લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા ઉપપ્રમુખ લાયન અનિલભાઈ અગ્રવાલ, મંત્રી યુસુફી કાપડિયા, ભાજપ દાહોદ શહેર મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી ,નગરપાલિકા વોર્ડ નંબર એકના કાઉન્સિલર કલ્પકુમાર કિશોરી ,રેડક્રોસ વાઇ
સ ચેરમેન દિનેશભાઈ શાહ તેમજ સેવાભાવી સભ્ય ભાગ્યેશભાઈ કાબરા, શૈલેષભાઈ પોરવાલ, શબ્બીર ઘડિયાલી, મુસ્તાન ચુનાવલા, મહેન્દ્ર ગુપ્તા ,મહેશભાઈ ગુરનાની ,સુનિલભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા ભીષણ ગરમીમાં બે દિવસમાં નિશુલ્ક છાશ નો લગભગ 9000 જેટલા લોકોએ લાભ લીધો હતો





