MEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ પોલીસે એરંડા ચોરીનો ભેદ ઉકેલ્યો ચાર શખ્સો ઝડપાયા : રૂ.2.29 લાખનો મુદ્દામાલ કબજે

વિજાપુર લાડોલ પોલીસે એરંડા ચોરીનો ભેદ ઉકેલ્યો
ચાર શખ્સો ઝડપાયા : રૂ.2.29 લાખનો મુદ્દામાલ કબજે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એરંડા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લાડોલ પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.2.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ચોરીમાં વપરાયેલી સી.એન.જી. રીક્ષા, મોબાઇલ ફોન તેમજ ચોરાયેલ એરંડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી તથા વિસનગર વિભાગીય પોલીસ અધિક્ષક ડી.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે લાડોલ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ્પેક્ટર આર.એસ. ડામોરે સ્ટાફને અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપતા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ હાથ ધરતા ગોરી વિસ્તારમાંથી ચોરી કરાયેલા 176 કિલો એરંડા કિંમત રૂ.11,880, સી.એન.જી. રીક્ષા નં. GJ-02-AU-8089 કિંમત રૂ.2 લાખ તથા ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ.18 હજાર મળી કુલ રૂ.2,29,880નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ બનાવમાં પોલીસે અશોકજી ઉર્ફે ટોલો નાઓ કચરાજી ભીખાજી ઠાકોર રહે. માલોસણ, આકાશજી વિષ્ણુજી નરભાજી ઠાકોર રહે. કરશનપુરા નવોડી વિસ્તાર, આકાશજી ભારથીજી અરજણજી ઠાકોર રહે. માલોસણ તથા વિક્રમ કુવાજી મથુરજી ઠાકોર રહે. ખરોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સફળ કામગીરીમાં પો.ઈન્સ્પેક્ટર આર.એસ. ડામોર, રજનીકાંત ચીમનલાલ, ચમનજી વિઠાજી, શૈલેષભાઇ ઇશ્વરભાઇ, ભાવિકકુમાર દિનેશભાઇ, ઇશ્વરજી અમૃતજી, રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા વિપુલકુમાર રમણલાલે મહત્વની ભૂમિકા ભજવી હતી

Back to top button
error: Content is protected !!