ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ –  લગ્ન પ્રસંગમાં યુવક પર હુમલો, પથ્થર મારી ઇજા પહોંચાડ્યાનો આરોપ, પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ –  લગ્ન પ્રસંગમાં યુવક પર હુમલો, પથ્થર મારી ઇજા પહોંચાડ્યાનો આરોપ, પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ

મેઘરજ તાલુકાના જામગઢ ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન યુવક પર હુમલો કરી પથ્થર મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

ફરિયાદ મુજબ જામગઢ ગામના હળુભાઈ જીવાભાઈ મનાત (ઉ.વ. ૨૫) ગત તા. ૨૫ મેના રોજ ગામના મોહનભાઈ ધનજીભાઈ અસારીના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. રાત્રિના સમયે તેઓ પાણી પીવા માટે ઘરની બાજુમાં આવેલા તબેલાની પાસે ગયા હતા ત્યારે ગામના સુભાષભાઈ ધનજીભાઈ મનાત અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા.આરોપ છે કે સુભાષભાઈએ હળુભાઈને મા-બહેન સામે અશ્લીલ ગાળો આપી “લગ્ન પ્રસંગમાં કેમ આવ્યો છે?” કહી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેમની ફેટ પકડી નીચે પાડી હાથમાં રહેલા પથ્થરથી કપાળના ભાગે માર મારતા ઇજા પહોંચી હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બનાવ બાદ હળુભાઈએ પોતાના ભાઈ રોહિતભાઈને ફોન કરી જાણ કરતાં પરિવારજનોએ સ્થળ પર પહોંચી તેમને ઘરે લઈ ગયા હતા. ઇજા ગંભીર હોઈ ૧૦૮ મારફતે પહેલા ઇસરી સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પરિવાર દ્વારા સામાજિક સ્તરે સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નિકાલ ન આવતા આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!