દાહોદ પંચમુખી હનુમાન મંદિર સામે દિવ્યાંગ- પ્રજ્ઞાચક્ષુ માટે રાજ્યકક્ષા ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું

તા.૨૯.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ પંચમુખી હનુમાન મંદિર સામે દિવ્યાંગ- પ્રજ્ઞાચક્ષુ માટે રાજ્યકક્ષા ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું
નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ દાહોદ,
બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ અને ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જડ ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષા ચેસ ટુર્નામેન્ટ નું આયોજન લલિત પાઇપ એન્ડ પાઇપ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈના સૌજન્યથી તા.૨૯.૦૫.૨૦૨૬ થી ૩૧.૦૫.૨૦૨૬ સુધી કરવામાં આવ્યું જેનો ઉદ્ઘાટન સમારોહ કોન્ફરન્સ હોલ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ ખાતે લલિત પાઇપ એન્ડ પાઇપ્ ના પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જોહરભાઈ દિલેર ના અધ્યક્ષ સ્થાને અને અતિથિ વિશેષ તરીકે લાયન્સ ક્લબ દાહોદ સિટીના પ્રમુખ કમલેશ લીમ્બાચીયા ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો .સ્વાગત પ્રવચન નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ના પ્રમુખ ડોક્ટર નગેન્દ્રનાથ નાગર દ્વારા કરવામાં આવ્યું. અધ્યક્ષ અને અતિથિ વિશેષનો બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.સંસ્થાનો પરિચય મંત્રી યુસુફી કાપડિયા દ્વારા આપવામાં આવ્યો. ગુજરાત ચેસ એસોસિએશનના મંત્રી વિરલભાઈ ત્રિવેદી દ્વારા ટુર્નામેન્ટ અંગેની રૂપરેખા આપવામાં આવી .અતિથિ વિશેષ કમલેશ લીમ્બાચીયા અને અધ્યક્ષ જોહરભાઈ દલેર દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું. આભારવિધિ વી એમ પરમાર દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું .ત્યારબાદ ટુર્નામેન્ટ ખુલ્લી જાહેર કરવામાં આવી. આ પ્રસંગે રાધેશ્યામભાઈ શર્મા, સેફીભાઈ પિટોલવાલા આ ઉપરાંત ટ્રસ્ટી ખીમજીભાઈ પટેલ, સલમાબેન કાપડિયા, રાજાભાઈ વેલફેર કાઉન્સિલર સ્ટાફ સાથે સાથે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી ખેલાડી 112 ભાઈઓ અને બહેનો સાથે કોચ મિત્રો, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ના શિક્ષક મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો





