વાવ – થરાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રત્નીબેન હરચંદભાઈ પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો.

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ – થરાદ જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા પંચાયતના પ્રમુખે ચાર્જ સંભાળતા ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રત્નીબેન હરચંદભાઈ પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળતા જિલ્લા પંચાયત કચેરી ખાતે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નવા પ્રમુખના કાર્યભાર સંભાળતા શુભેચ્છકો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ આગેવાનો દ્વારા રત્નીબેન પરમારને શુભેચ્છાઓ પાઠવી સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ રત્નીબેને જણાવ્યું હતું કે વાવ – થરાદ જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ વિકાસ કાર્યોને વધુ વેગ આપવામાં આવશે. લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના નવા કામોને આગળ વધારવા માટે તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.





