દાહોદના બાવકા પી.એચ.સી. ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી

તા.૨૯.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિતે પી.એચ.સી. બાવકા ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરવર બારીયા તથા આર.સી.એગ.ઓ ડૉ.અશોક ડાબી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર વિશાલ ડામોર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના CHO, બાવકા પી.એચ.સી.ના MPHS, MPHW, FHW તેમજ RBSK કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉ. પન્ના ડામોર દ્વારા કિશોરીઓનુ કિશોરાવસ્થા દરમિયાન જરૂરી પોષણ, વિવિધ આરોગ્ય સમસ્યાઓ તથા એડોલેસન્ટ ક્લિનિકમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે કિશોરીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માસિક ધર્મ અંગે સામાજિક જાગૃતિ લાવવાનો તેમજ સ્ત્રીઓ અને કિશોરીઓને માસિક સ્વચ્છતા સંબંધિત પડકારો અને ચિંતાઓ અંગે યોગ્ય સમજણ આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા કિટ્સનો ઉપયોગ, યોગ્ય પરામર્શ, પૌષ્ટિક આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત માસિક દરમિયાન થતા દુખાવાને ઘટાડવા માટે યોગ શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.કિશોરીઓને સેનેટરી પેડના યોગ્ય ઉપયોગ અને તેના સુરક્ષિત નિકાલ અંગે સમજાવવામાં આવ્યું હતું.વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી દાહોદ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ કરવામાં આવી હતી



