MORBIMORBI CITY / TALUKO

RAJKOT રાજકોટ રેન્જ ટીમની મોટી કાર્યવાહી: મોરબી અને સુરેન્દ્રનગરમાંથી ૪.૬૦ કરોડના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડ્યું 

 

RAJKOT રાજકોટ રેન્જ ટીમની મોટી કાર્યવાહી: મોરબી અને સુરેન્દ્રનગરમાંથી ૪.૬૦ કરોડના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડ્યું

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારા અને સરકારી તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ સૂચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન P.S.I. શ્રી બી.સી.મીયાત્રા અને તેમની ટીમના સભ્યો (કુલદિપસિહ ચુડાસમા, અનિરુધ્ધસિંહ જાડેજા, અતુલભાઇ ડાભી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ અને ફતેસંગ પરમાર)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ જુદી-જુદી જગ્યાએ દરોડા પાડી ગેરકાયદેસર રેતી ખનન અને વોશિંગ પ્લાન્ટ ઝડપી પાડવામાં આવ્યા છે.

૧. મોરબી જિલ્લામાં અમરેલી ગામની સીમ: બાયપાસ નજીક મચ્છુ નદીના કાંઠેથી ગેરકાયદેસર રેતી વોશિંગ કરતા ઇસમોને ૩ ડમ્પર અને ૧ જે.સી.બી. મળી કુલ ₹૧,૧૦,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા.

૨. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીનું જાખણ ગામ: ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા મહાવિરસિંહ રાણાને ૨ ડમ્પર અને ૧ હિટાચી મળી કુલ ₹૧,૦૦,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા.

૩. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીનું બોડીયા ગામ: ગામની સીમમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરી વોશિંગ પ્લાન્ટ ચલાવતા ભરતભાઇ ભરવાડને ૮ લોડર/ડમ્પર મળી કુલ ₹૨,૫૦,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપવામાં આવ્યા.

રાજકોટ રેન્જ ટીમ દ્વારા ત્રણેય સ્થળોએથી કુલ ૧૩ લોડર/ડમ્પર અને ૨ હિટાચી/જેસીબી મળી કુલ ₹૪,૬૦,૦૦,૦૦૦/- નો મસમોટો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી તેમજ ખાણ-ખનીજ વિભાગના અધિકારીશ્રીઓને જાણ કરી, કસૂરવારો સામે આગળની કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવા માટે મુદ્દામાલ અને આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!