HALVAD:હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાન પર પોલીસનો દરોડો: ૨.૧૯ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ૯૮૫ બોટલો જપ્ત







HALVAD:હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાન પર પોલીસનો દરોડો: ૨.૧૯ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ૯૮૫ બોટલો જપ્ત


હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે કરેલી આ કાર્યવાહીમાં કુલ રૂપિયા ૨,૧૯,૧૫૦/- ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી ૯૮૫ બોટલો જપ્ત કરી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબીના પોલીસ અધિક્ષક તેમજ વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે આપેલી કડક સૂચના અન્વયે હળવદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન સ્ટાફના માણસોને મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂના દેવળીયા ગામે ચરાડવા રોડ પર આવેલા એક રહેણાંક મકાન પર દરોડો (રેઇડ) કરવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી વિઠ્ઠલભાઈ રમણભાઈ રાઠવા (રહે. જૂના દેવળીયા, ચરાડવા રોડ, તા. હળવદ, જી. મોરબી)
પકડવાના બાકી આરોપી: ઇમરાન કરીમભાઈ સંધવાણી (રહે. જૂના દેવળીયા, તા. હળવદ, જી. મોરબી) કબ્જે કરેલ મુદ્દામાલ: અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૯૮૫ બોટલો (કુલ કિંમત રૂ. ૨,૧૯,૧૫૦/-)
પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય એક આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




