MALIYA (Miyana) માળિયા મિયાણાના નાના દહીંસરામાં મહાકાળી માતાજીના મંદિરમાંથી તસ્કરો ત્રાટક્યા:ચાંદીના છત્તરની ચોરી







MALIYA (Miyana) માળિયા મિયાણાના નાના દહીંસરામાં મહાકાળી માતાજીના મંદિરમાંથી તસ્કરો ત્રાટક્યા:ચાંદીના છત્તરની ચોરી


માળિયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામમાં આવેલ ધાર્મિક સ્થાનકને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા પ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ માતાજીના ગર્ભગૃહમાં પ્રવેશ કરી આશરે ₹40,000ની કિંમતના ચાંદીના છત્તર ચોરી કરીને રફુચક્કર થઈ ગયો છે. આ મામલે માળિયા મિયાણા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, નાના દહીંસરા ગામના રહેવાસી અને વ્યવસાએ ખેતી કરતા ગજેન્દ્રભાઇ પ્રવિણભાઇ ભાડજા (ઉં.વ. 36) એ આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જુના નાના દહીંસરા ગામમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં કોઈ અજાણ્યો શખ્સ ત્રાટક્યો હતો. ચોર ઈસમે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને માતાજીની મૂર્તિ પર ચડાવવામાં આવેલા નાના-મોટા કદના ૧૩ નંગ ચાંદીના છત્તર (જેની અંદાજિત કિંમત ₹40,000 થાય છે) ની ચોરી કરી લીધી હતી.
મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ ગ્રામજનો અને ભક્તોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ગજેન્દ્રભાઇ ભાડજાની ફરિયાદના આધારે માળિયા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ, ચોરને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



